________________
પ્રકરણ ૪ થું : સમ્યકત્વ
૬૧૧ કરે, ઈત્યાદિ અનેકવિધ તપાચરણ કરે છે, તેઓ કંદમૂળના અનેક છે, અગ્નિના અસંખ્ય છે અને અગ્નિના પ્રણે બીજા અનેક ત્રસ જેની હિંસા કરે છે. તેઓ બિચારા જીવ, અજીવ, પુણ્ય, પાપ, બંધ, મેક્ષ, આદિતત્વના અનભિજ્ઞ હોવાથી અન્યની દેખાદેખીથી આવું કરે છે અને અજ્ઞાન કષ્ટથી ભેળા લોકોને વ્યાહ ઉપજાવે છે. તેઓ આ લેકમાં મહિમા–પૂજા પ્રાપ્ત કરે છે અને પરલોકમાં આભિગિક (ચાકર) દેવતા પણ (અકામ નિર્જરા થવાથી) થાય છે. પૌગલિક સુખને ભક્તા પણ થાય છે. પરંતુ ચોરાશીના ફેરામાંથી તેને છૂટકારો થતું નથી.
ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં શ્રી નમિરાજષિએ શકેંદ્રને કહ્યું છે કે :ગાથા – મારે મારે તુ જો વારો, યુસળે તુ મુંના
न सो सु-यक्खाय घम्मस्स, कलं अग्घइ सोलसी * ॥४४॥ અર્થ -જે અજ્ઞાની મનુષ્ય એક મહિનાના ઉપવાસ કરે છે, અને પારણાના દિવસે કુશ (એક જાતનું ઘાસ)ને અગ્ર ભાગ ઉપર રહે
* મેહન ગુણમાળા નામક ગ્રંથમાં ધર્મની ૧૬ કળા આ પ્રમાણે બતાવી છે. ૧ લી કળા–અક્ષરને અનં તમે ભાગ જે ચેતનકળા ઉઘાડી રહે છે તે. ૨ જી કળાયથાપ્રવૃત્તિકરણમાં વર્ધમાન પરિણામની ધારા થતાં આયુષ્ય સિવાય બધાં કર્મની સ્થિતિ અંતોક્રોડાકોડી એટલે એક કોડાક્રોડ સાગરમાં કંઈક ન્યૂન રાખે છે. ૩ જી કળા–અપૂર્વકરણ અર્થાતુ ગ્રંથિભેદ કરે તે. ૪ થી કળા-અનિવૃત્તિકરણમાં મિથ્યાત્વનો પરિહાર થાય છે તે. ૫ મી કળા-શુદ્ધ શ્રદ્ધા અર્થાત્ સમ્યકત્વની પ્રાપ્તિ તે. ૬ ઠ્ઠી કળા-દેશવિરતિપણું પ્રાપ્ત કરવું તે. ૭ મી કળા સર્વવિરતિપણું–ચરિત્રના ગુણ પ્રકટે તે. ૮ મી કળા–ધર્મ ધ્યાનની એકાગ્ર ધારા થવી તે. ૯ મી કળા–ક્ષપક શ્રેણિ ચડે તે. ૧૦ મી કળા–અવેદી થઇ શુકલ ધ્યાનની ધારા પ્રગટે છે. ૧૧ મી કળા–સર્વથા લોભને ક્ષય કરી, આત્મજ્યોતિ પ્રગટાવે તે. ૧૨ મી કળા–ઘનઘાતિ કર્મોનો ક્ષય થાય તે. ૧૩ મી કળા-કેવળજ્યોતિ પ્રગટે છે. ૧૪ મી કળા–યોગોનું નિર્ધન કરે તે. ૧૫ મી કળા-અયોગી થઇ સર્વ કર્મનો ક્ષય કરે તે. ૧૬ મી કળા–સિદ્ધ પદની પ્રાપ્તિ.
ઉપર્યુક્ત ૧૬ કળામાંથી અજ્ઞાન તપ કરનાર પ્રથમ કળામાં જ રહે છે. ભલે તે ચાર વેદ, પડશાસ્ત્રોનો પારંગત હોય છતાં અહીં ગણતરીમાં લીધા નથી. કારણ કે જીવાજીવના જાણપણા વિનાની વિદ્યા તે અજ્ઞાન જ છે. સુત્રાખ્યાત ધર્મની જૈમને પ્રાપ્તિ થઈ હોય તેમની જ કરણી ઉકત કળાઓને પ્રગટાવી શકે છે “લં અઠ્ઠાઈ સોલસિં' એનું પર્ય આ ઉપરથી સમજાશે.