________________
૬૦૯
પ્રકરણ ૪ થું : સમ્યકત્વ ત્રણે યોગના વ્યાપારે વિશુદ્ધ રહે છે. (૧) મનથી કષાયે દૂર કરવા, (૨) વચનથી સત્ય વચન અને (૩) કાયાથી જતના પ્રવર્તન. એ પણ ત્રણ શુદ્ધિ છે.
પાંચમે બોલે-દૂષણ પણ વાત, પિત્ત અને કફના પ્રકોપથી જેવી રીતે શરીર રેગી અને નિર્બળ બની જાય છે, તેવી જ રીતે નીચે જણાવેલાં પાંચ દૂષણે વડે સમ્યક્ત્વ દૂષિત થતાં આધ્યાત્મિક બળ ક્ષીણ થાય છે. આ પાંચ દૂષણેનાં નામ-૧. શંકા. ૨. કંખા, વિતિગિચ્છા, ૪. પરાસંડપ્રશંસા અને પરપાખંડસંથે.
૧. શંકા-શ્રી જિન વચનમાં સંદેહ રાખે છે. જેમકે (૧) એક ટીપા પાણીમાં અસંખ્યાતા જીવ કહ્યા, અને અસંખ્યાતા સમુદ્રના બધા પાણીના મળીને પણ અસંખ્યાતા જીવ કહ્યા, તે આ કથન સત્ય કેમ મનાય ? આમ કહેનાર કે માનનારે સમજવું જોઈએ કે, બેને પણ સંખ્યા કહેવાય અને સહસ, લાખ, ક્રોડ યાવત પરાઈને પણ સંખ્યા કહેવાય, પરંતુ બેમાં અને પરાર્ધમાં કેટલે બધે. - તફાવત છે ? આવી જ રીતે, એક ટીપાના અને અસંખ્ય સમુદ્રના પાણીના જીવો બને અસંખ્યાતા તેમાં તફાવત જાણ. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે.
(૨) આવી જ રીતે, કેટલાક શંકા કરે છે કે એક ટીપા. પાણીમાં તે વળી અસંખ્યાતા છે સમાઈ શકતા હશે? તેમણે વિચારવું જોઈએ કે જેવી રીતે કોઈ મનુષ્ય કોડ ઔષધિઓને અર્ક કાઢી તેલ બનાવ્યું હોય તે તેલના એક ટીપામાં કોડ ઔષધિઓને સમાવેશ થયે કે નહિ ? જે મનુષ્કૃત પદાર્થોમાં પણ આ પ્રકારે સમાવેશ થઈ શકે છે, તે કુદરતી પદાર્થ એક બુંદ પાણીમાં અસંખ્ય જીવ હોય તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. અસંખ્યાતા તે શું પણ અનંત જીવોને સમાવેશ અંગૂલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા સાધારણ વનસ્પતિના એક શરીરમાં થઈ શકે છે.