________________
જૈન તત્ત્વ પ્રકાશા
તેટલું માત્ર ભોજન કરે છે, તે મનુષ્ય તીર્થંકર ભગવાનના વર્ણન કરેલા ચારિત્રધર્મીના સેાળમા ભાગની ખરાખરી કરી શકતા નથી. અરે ! સમ્યગ્દષ્ટિના એક નવકારસી તપની તુલના પણ કરી શકતા નથી. કારણ કે સમિકતીના તપ ભવકટી કરવાવાળા છે.
૬૧૨
આ પરમાના અજાણ સમિતી જીવા પૂર્વોક્ત પ્રકારની ઘેર તપશ્ચર્યા જોઈ એમ વિચારે કે આટલું કષ્ટ, આવું દુષ્મ તપ તે આપણા મતમાં નથી માટે તે પણ મુકિતને માગ છે, તેને સ્વીકાર કરવા જોઈ એ, આવા વિચારને કાંક્ષા દોષ કહે છે.
સમકિતી તે જાણે છે કે મોક્ષના માર્ગ એ નથી. સાચે મોક્ષમાર્ગ તા વીતરાગપ્રણીત યામૂળ ધમ જ છે. તે ગાન, તાન, નૃત્ય, તમાશા, સ્નાન, શંગાર તથા હિંસક ક્રિયાથી થતી અન્ય દનીની ધમાલને સંસારવક જાણી તેમાં કદી પણ બ્યામેાહ પામતે નથી. શ્રી વીતરાગપ્રણીત જૈનધમ સિવાય તે બીજા કોઈ પણ મતની કાંક્ષા-વાંછા સ્વપ્નમાં પણ કરતા જ નથી.
૩. વિતિગિચ્છા (વિચિકિત્સા)–ધમ કરણીનાં ફળ માટે સદેહ આણવા તે. કેટલાક જૈનધર્માવલ’ખીએ ઉપવાસાદિ તપ, સામાયિકાદિ ધ કરણી, દાનાદિ ધર્મ, વગેરેનું પાતે પાલન કરે છે, અને અન્યને પાલન કરતા જુએ છે, પરંતુ આ લેાકમાં તેના પ્રત્યક્ષ ફળ નજરે નહિ આવવાથી તથા ધર્માત્માઓને દુઃખી દેખીને મનમાં સંદેહ આણે છે કે, આ આટલી બધી ધર્મકરણી કરે છે છતાં તેના ફળ કેમ કંઈ દેખાતા નથી ! તા શું ધર્માર્થ આટલું કષ્ટ ઉડાવીએ છીએ તે બધું નિરર્થંક ક-કાયા કલેશરૂપ તા નહિ હોય ? લાણેા શ્રાવક આટલાં વર્ષોંથી ધર્મ કરે છે, છતાં હજી સુધી તેને કશું ફળ પ્રાપ્ત થયું નહિ, તે મને શું થવાનું હતું !! આવા આવા વિચાર કરવા તેનું નામ વિતિગિચ્છા દોષ.
•
આવું વિચારનારાએએ સમજવુ જોઇએ કે કરણી કદાપિ વાંઝણી હાતી નથી. સારી કે માઠી દરેક કરણીના સારાં કે માઠાં ફળ તેના કાળ પરિપકવ થયે અવશ્ય મળવાનાં. રોગી એસડ પીએ છે કે