________________
r-૬૦૬
જેન તવ પ્રકાશ,
પહોળા કરીને કહે છે કે – “યે જ ભલા યે ! અર્થાત્ આ બધા કુદૃષ્ટિથી નિરીક્ષણ કરવાવાળા ડૂબે છે.
પરંતુ ઇદ્રિના વિષયમાં લુબ્ધ બનેલા પ્રેક્ષકો મુગ્ધ (મૂઢ) બની જવાથી આ રહસ્યને સમજતા નથી અને વેશ્યાના કામોત્તેજક હાવભાવ, કટાક્ષ, વગેરે નિહાળતાં તેના શબ્દોમાં આસક્ત થઈ વારંવાર તેનું સ્મરણ, રટણ કર્યા કરે છે, અથવા તેવાં ગાયનાદિ પિતે ગાઈ આનંદ પામે છે. આ રીતે વિષત્પાદક શબ્દોની શ્રોતા પર જેવી અસર થાય છે તેવી અસર વૈરાખ્યત્પાદક શબ્દોની થવી મહા મુશ્કેલ છે.
જેવી રીતે લીમડા, કારેલાને કટુ સ્વાદમાં આનંદ માનનાર કીડી સાકરમાં રાખવાથી મૃત્યુ પામે છે, તેવી રીતે વિષયાસક્ત ભરેકમી જીવ ડૂબવાના કામમાં મજા માને છે, અને ધર્મકથાના નામ માત્રથી ભડકે છે; એ મિથ્યાત્વીનાં ચિહ્ન છે. પરંતુ જે સમ્યફદષ્ટિ છે તે તે આગળ કહી ગયા છીએ તેમ જિનવચનમાં અનુરક્ત રહે છે. આ સમકિતનાં ૩ ચિહ્ન છે.
ત્રીજે બેલે-૧૦ પ્રકારને વિનય ધર્મનું મૂળ વિનય છે. એક વિનય ગુણનું જ્યાં અસ્તિત્વ હોય ત્યાં અન્ય અનેક સદ્દગુણ કમશઃ આકર્ષાઈને આવે છે. સમકિત હોય ત્યાં વિનય નમ્રતાને ગુણ સ્વાભાવિક રીતે જ હોય છે. કેટલાક ખુશામતિયા લેકે રાજા, અમલદાર કે શેઠ–શાહુકાર વગેરેને તે બહુ વિનય કરે છે અને માને છે કે એમ કરવાથી અમને સુખની પ્રાપ્તિ થશે. તેમની સહાયતાથી અમે ઈચ્છિત સુખ પ્રાપ્ત કરી શકીશું, પરંતુ વર્તમાનમાં આથી ઊલટું જ પરિણામ ઘણી વાર આવતું નજરે આવે છે.
* નર રામ વિસાર કે કામ રચે, શુદ્ધ સાધુ કથા ન ગમે તિનકો !
દામ દ કર રામા બુલાય લે, લાગત રામા નચાવનકો / ધિક છે ધિક હે મૃદંગ કહે, તવ તાલ કહે કિનકો કિનકો? | રામાં હાથ ધુમાકે કહે, ધિક હે ધિક હૈ ઈનકો ઈનકો છે.