________________
પ્રકરણ ૪થું : સમ્યકત્વ
૬૦૫ સુધી ભૂખ્યા રહેવું પડ્યું હોય અને પછી તેને ક્ષીર આદિ ઈષ્ટ અને મિષ્ટ ભજનની પ્રાપ્તિ થઈ હોય, ત્યારે તે ભોજન પ્રતિ તેને કેટલે બધે આદર હોય છે! આ જ આદર જિનવાણી શ્રવણ કરવાના પ્યાસી સમકિતી જીવને શાસ્ત્ર શ્રવણ કરવાના અવસરે હોય છે.. ધર્મોપદેશકોનાં વચનને તે પૂર્ણ પ્રેમપૂર્વક “તહતિ” આદિ વચનોથી વધાવતે થકે આદરપૂર્વક ગ્રહણ કરે છે.
૩. જેમ કોઈ કુશાગ્ર બુદ્ધિવાળા મનુષ્યને વિદ્યાભ્યાસ કરવાની તીવ્ર અભિલાષા હોય અને તેને ભણાવવા માટે શાંત, તેજસ્વી,. ઔત્પત્તિકી આદિ બુદ્ધિસંપન્ન પંડિતગુરુને વેગ મળી જાય, તે તે જેવી રીતે હર્ષોત્સાહપૂર્વક વિદ્યા ગ્રહણ કરે છે અને પઠન કરેલી વિદ્યાને વારંવાર યાદ કરી હૃદયમાં ચિરસ્થાયી કરી લે છે, તેવી જ રીતે સમકિતી જીવ પણ હર્ષોલ્લાહયુક્ત જિનવાણી ગ્રહણ કરે છે, અને તેનું વારંવાર સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરીને તેને આત્મામાં ચિર સ્થાયી બનાવે છે.
૧. શાસ્ત્ર શ્રવણ, ૨. સામાયિક આદિ કિયા, ૩. સુપાત્રદાનથી ગુરુની વૈયાવચ્ચ તથા વંદન નમસ્કાર, આ ત્રણમાંના કોઈ એક ચિહ્નમાં જે દેખાય તે ઉપરથી અનુમાન થાય છે કે આ લક્ષાગુ સમાંતીનું છે તેથી તે જૈન હવે જોઈએ.
જેવી વાણી સંભળાય છે તેવા વિચાર પ્રાયઃ થાય છે. અને તે વિચારો કાલાંતરે આચારરૂપે પરિણત થાય છે. શુદ્ધ કથનના શ્રવણથી શુદ્ધ અને અશુદ્ધ કથનના શ્રવણથી અશુદ્ધ વિચાર ઘણે ભાગે થાય છે, તેમાં પણ શુદ્ધતા કરતાં અશુદ્ધની અસર ઘણી ત્વરાથી અને સચોટ થવા પામે છે. વેશ્યા કે નર્તકી આદિનાં નૃત્ય ગાયન જોવા સાંભળવાને પ્રસંગ પ્રાપ્ત થતાં મૃદંગ, તબલામાંથી અવાજ નીકળે છે કે, “ડુબક, ડુબક” અર્થાત્ “ડૂખ્યા ડૂખ્યા” ત્યારે સારંગીમાંથી પ્રશ્નરૂપે અવાજ નીકળે છે કે, “કિન કિન? (કોણ કોણ) ત્યારે તે વેશ્યા જાણે તેને પ્રત્યુત્તર આપતી હોય તેમ ઘૂમતી ચક્કર લગાવતી બન્ને હાથ