________________
૬૦૪
જૈન તત્વ પ્રકાશ તેમાં તેઓ ધર્મ માનતા નથી અને દેષ લાગે તેનું પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થાય છે. દેશાંતરમાં વિચરી મહાન ઉપકાર કરે છે. પરંતુ તમે લેકે ધર્માર્થે હિંસા કરી આનંદ પામે છે. અને ચીકણું કર્મો બાંધે છે તેમ તેઓ કરતા નથી. વળી, સાંસારિક કર્મોમાં થતી હિંસાને તમે પાપ માને છે અને ધર્માથે થતાં પાપકાર્યોમાં પાપ માનતા નથી. આ તે કેવા પ્રકારની ધૃષ્ઠતા ! !
अन्य स्थाने कृतं पापं, धर्मस्थाने विमुच्यते ।
धर्म स्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥
અર્થ –સંસારમાં કરેલાં પાપની નિવૃત્તિ માટે ધર્મસ્થાનમાં જઈ ધર્મક્રિયા કરવાથી તેની મુક્તિ થઈ શકે છે, પણ ધર્મસ્થાનમાં જઈને જે પાપ કરવામાં આવે છે તે તે વજલેપ જેવાં થઈ જશે. પછી તે પાપાચનનું સ્થાન રહ્યું જ નહિ, એટલા માટે જેમ સાધુ નામ ધારણ કરી અનાચાર સેવનાર વાલેપ સમા નિવિડ કર્મો બાંધે છે, તેમ ધર્મસ્થાનમાં કે ધર્મને નામે કરાયેલી હિંસા પણ વા કર્મબંધ કરનારી નીવડે છે. વર્તમાનમાં હસતાં હસતાં જે કર્મબંધ કરે છે તે ભવિષ્યમાં રેતાં રેતાં પણ છૂટવાં મુશ્કેલ છે. આમ વિચારી પાખંડીઓથી દૂર રહેવું. તેમના ફેંદમાં કદી ફસાવું નહિ. આ પ્રમાણે સમકિતની ૪ શ્રદ્ધા-આસ્થા જાણવી કુદર્શન તે મિથ્યાત્વ છે, તે ૨૫ પ્રકારનાં મિથ્યાત્વ છે તેના પેટા ભેમાં ૩૬૩ મત છે. તેનાં અસંખ્યાત મિથ્યા અધ્યવસાય સ્થાને છે.
બીજે બેલે-લિંગ ૩ લિંગ એટલે ચિત, જેમ ધુમ્રના ચિતથી અગ્નિનું અનુમાન થાય છે તેમ નિમ્નક્ત ત્રણ ચિહ્નથી સમકિતની પિછાણ થાય છે.
૧. જેમ ૩૨ વર્ષને દ્ધો, રૂપયૌવનસંપન્ન ૧૬ વર્ષની કુમારિકાના હાવભાવ, વિલાસ અને સંગમમાં આસક્ત બને છે, તેવી જ રીતે ભવ્ય સમકિની જીવ જિનવાણું શ્રવણ કરવામાં આસક્તદત્ત ચિત્ત રહે છે. જિન પ્રણત શાસ્ત્રનું પઠન કે શ્રવણ કરતી વખતે તેમાં તન્મય બની જાય છે.
૨. જેમ પ્રબળ જઠરાગ્નિવાળો પુરુષ કે જે એક પ્રહર પણ ભૂખે રહી શકતે ન હોય, તેને કમગથી ત્રણ અથવા સાત દિવસ