________________
પ્રકરણ ૪ થું : સમ્યકત્વ
૬૦૧ ૨. સુદિ પરમત્ય સેવણ –જેમણે સુદષ્ટિએ-સમ્યફદષ્ટિએ પરમાર્થને જાણ્યા છે એવા રત્નત્રયીના આરાધકની સેવા-ભક્તિ કરવી, સંગ કરે. જેમ રાજાની સેવા કરનાર રાજરિદ્ધિને ભક્તા બને છે, તેમ તત્વ–પરમાર્થજ્ઞ અને સુદષ્ટિવંતના ઉપાસક હોય તે પણ પરમાર્થમ્સ અને સુદૃષ્ટિવંત અર્થાત્ સમકિતી બને.
તેના જે જ્ઞાતા હોય તેમને પરિચય કરા-સત્સંગ કરે. કેમ કે ચંદનવૃક્ષની આસપાસનાં બાવળના ઝાડ પણ સુગંધિત બની જાય છે અને લીંબડા નજીકના આંબાનાં ફળમાં પણ કડવાશ પરિણમે છે. તેવી જ રીતે, સત્સંગતિથી સગુણની અને કુસંગતિથી દુર્ગણની પ્રાપ્તિ થાય છે. વળી, યાદ રાખવું જોઈએ કે, જેટલી શીઘ્રતાથી ઝેરની અસર થાય છે તેટલી શીવ્રતાથી ઔષધની અસર શરીરમાં થતી નથી. આ ન્યાયે કુસંગની અસર બહુ ત્વરાથી થાય છે અને તેનાં પરિણામ પણ વિષ સમાન દુઃખદાતા નીવડે છે. જ્યારે સત્સંગની અસર ધીમે ધીમે થાય છે, પણ તેનાં પરિણામ ઉત્તમ ઔષધની પેઠે સુખદાતા નીવડે છે.
૩. વાવન વજ–વ્યાપન્ન એટલે સમક્તિ જેણે વમી નાખ્યું છે એવા ભ્રષ્ટોને સંગ વર્જ. કેમ કે જેવી રીતે વ્યભિચારિણી સ્ત્રી સતી સ્ત્રીના ઉપર પણ અણછતાં આળ ચડાવે છે તેવી જ રીતે જેઓ સમ્યત્વથી ભ્રષ્ટ થયા છે તેઓ સાચા ધર્માત્મા સાધુ પ્રમુખ ચારે તીર્થો પર અણુછતા દોષારે પણ કરે છે. ભેળા અજ્ઞાન પ્રાણીઓને ભ્રમમાં નાખી દુર્ગુણામાં પણ સદ્ગુણની ભ્રાંતિ કરાવે છે. દેવાળિયે હોય તે બીજા અનેક દેવાળિયાનાં નામો આગળ ધરી પતે તેમના કરતાં સારો છે એમ જણાવે છે. તેવી રીતે ધર્મભ્રષ્ટ મનુષ્ય પુરુષો ઉપર પણ મિથ્યા દવારોપણ કરી પોતાની એબ ઢાંકવા યત્ન કરે છે.
દૃષ્ટાંત–-કોઈક દુબુદ્ધિવાળા મનુષ્યને વ્યભિચારના ગુના બદલ રાજકર્મચારીઓએ પકડી તેનું નાક કાપી દેશનિકાલ કર્યો. પરદેશમાં આ માણસે પિતાની એબ છુપાવવા સાધુને વેશ ધારણ કરી લીધે.