________________
૫૬૨
જૈન તત્વ પ્રકાશ જેઓ મુખ પર મુહપત્તી બાંધવાનો નિષેધ કરે છે તેમના જ માનનીય ગ્રંથમાં મુખ પર મુહપત્તી બાંધવાનું કહ્યું છે. ૧. એ ઘનિર્યુક્તિની ૧૦૬૩ અને ૧૦૬૪ની ગાથામાં લખ્યું છે કે,
એક વેંત ચાર અંગૂલની મુહપત્તીમાં મુખના પ્રમાણ જેટલું દોરો નાખી મુખ પર મુહપત્તી બાંધવી જોઈએ.” પ્રવચન સારોદ્ધારની પરમી ગાથામાં કહ્યું છે કે-મુખ પર મુહપત્તી આચ્છાદન કરી બાંધવી જોઈએ. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે-મુખવસ્ત્રિકા વિના પ્રતિક્રમણ કરે, વાચના લે અથવા દે, વંદના, સ્વાધ્યાયાદિ કરે તે પુરિમઢનું પ્રાયશ્ચિત આવે. યોગશાસ્ત્ર વૃત્તિના પૃષ્ઠ ૨૬૧માં લખ્યું છે કે, હવામાં ઊડતા જીવ તથા વાયુકાયના જીવની ઉષ્ણ શ્વાસથી થતી વિરાધનાથી બચવા માટે મુહપત્તી ધારણ કરવામાં આવે છે.
આ પ્રસંગ દેખીને મંત્રીને દિલગીરી સાથે વિચાર થયો કે મંદિર કાષ્ટમય અને જીર્ણ હોવાથી આવી રીતે દીવાની વાટથી કોઈ વખતે અગ્નિ લાગી જાય તો તીર્થની ભારે આશાતના થવાનો ભય છે. મારી આટલી સંપત્તિ તથા પ્રભુતા શા કામની છે ? એમ દિલગીર થઈ તે મંત્રીએ પ્રતિજ્ઞા કરી કે, આ યુદ્ધ પૂર્ણ થયા બાદ આ મંદિરને જીર્ણોદ્ધાર કરીશ, કાષ્ટને સ્થાને પથરનાં મજબૂત મંદિર બંધાવીશ, વગેરે. તદઅંતર એ મંત્રી તો સંગ્રામમાં કામ આવી ગયા, પણ પિતાની આજ્ઞાનુસાર બાહુડ અને અવડ નામના તેમના બને પુત્રોએ સંવત ૧૩૧૧માં એક કોડ સાઠ લાખ રૂપિયા ખર્ચ કરી અનેક મંદિર બનાવ્યાં.
આ કથન ઉપરથી પાડકગણે શત્રુંજ્યનું શાશ્વતપણું અને જિનમંદિર ક્યારે બન્યાં તે વિષે ખ્યાલ કરી લેવો. શત્રુંજય ઉધારકાનાં જે જે નામો બતાવ્યાં છે તેમને પણ પ્રમાણભૂત પૂરો પતે તે મેળવી શકયા નથી, તો પછી અન્ય કથનોની સત્યતા કેમ સ્વીકારી શકાય ? શત્રુંજય નાનોમોટો થવા બાબત ગંગા સિંધુ નદીનું દષ્ટાંત આપે છે પણ તે વાસ્તવિક નથી. કેમકે ગંગા સિંધુનું પાણી ઓછું અધિક થાય છે પણ તેની લંબાઈ પહોળાઇનું ક્ષેત્ર તે તેટલું જ રહે છે.