________________
૫૬૦
:
જૈન તત્વ પ્રકાશ.
• ગુણશિલા એ તે બગીચાનું નામ છે. ઈત્યાદિ વિચારથી નિષ્પક્ષ થઈ જે સ્થળે જે અર્થ યોગ્ય હોય તે સ્થળે તે અર્થ કરવો ઉચિત છે. . (૨) આવી જ રીતે, કેટલાક કહે છે કે “દયામાં ધમ, તે કેટલાક કહે છે કે “આજ્ઞામાં ધર્મ. હવે વિચાર કરો કે ભગવાનની આજ્ઞા અને દયા એમાં કંઈ ભિન્નતા છે? શું ભગવાન કદાપિ હિંસા કરવાની આજ્ઞા આપે છે? કદાપિ નહિ. તે પછી નિરર્થક ખેંચતાણ કરી કલેશ શા માટે કરી ? - (૩) કેટલાક ઋષભદેવજીના સમયમાં બનેલી વસ્તુને શ્રીમહાવીરસ્વામીના સમય સુધી રહી હોવાનું કહે છે. પરંતુ શ્રી ભગવતીસૂત્રના ૮મા શતકના મા ઉદેશામાં કૃત્રિમ વસ્તુની સ્થિતિ સંખ્યાતા કાળની જ કહી છે. અને ઋષભદેવજીને થયાં એક કોડાકોડી સાગરોપમમાં થડે કમ એટલો કાળ વીતી ગયો છે. એટલો કાળ વસ્તુ કેવી રીતે ટકી શકે?+
. (૪) ભગવતીસૂત્રના છઠ્ઠા શતકના સાતમા ઉદેશામાં ૧ વૈતાઢય પર્વત, (૨) ગંગા અને, ૩. સિંધુ નદી, ૪. ઋષભકૂટ અને, ૫. લવણ સમુદ્રની ખાડી. આ પાંચ વસ્તુ ભરતક્ષેત્રમાં શાશ્વતી કહી છે. પરંતુ કેટલાક શત્રુંજય પર્વતને પણ શાશ્વતે કહે છે અને વળી કહે છે કે, શ્રીઋષભદેવજીના સમયમાં આ પર્વત બહુ જ મેટે હતા, કમશઃ ઘટતાં ઘટતાં છઠ્ઠા આરામાં ઘણે નાન રહી જશે તે શું શાશ્વતી વસ્તુ પણ નાનીમોટી થઈ શકે ખરી * * * * * * *
'' ' કટલાક કહે છે કે કૃટ પર ભૂતકાળના ચક્રવતીએ પોતાનું નામ લખ્યું હોય તે ભુંસાડીને વર્તમાનકાળના ચક્રવતીનાનું નામ અંકિત કરે છે. આ મિથા દાખલાથી કૃત્રિમ વસ્તુની અસંખ્યાન કાળની સ્થિતિ હોવાનું સિદ્ધ કરે છે, પરંતુ જંબુદ્વીપ પ્રાપ્તિમાં નોન ભુંસાડવાનો ઉલ્લેખ નથી."
* * શ્રી જેને આત્માનંદ સંભા-ભાવનગરથી પ્રસિદ્ધ થતા “આત્માનંદ પ્રકાશ માસિકના ૧૫મા પુસ્તકનાં ૧૦ માં અંકમાં લખે છે કે-“ધર્મષ સૂરિએ પોતાના પ્રાકૃત કલ્પમાં સંપ્રતિ અને વિક્રમ અને શાલિવાહનરાજને આ