________________
-૫૭૨
જૈન તત્વ પ્રકાશ ૧૭. અજીવને જીવ શ્રધે તો મિથ્યાત્વ સૂકા કાષ્ઠની, નિર્જીવ પાષાણની, પિત્તળ આદિ ધાતુની કે વસ્ત્રાદિની જીવન જેવી આકૃતિ બનાવે, તેને સાક્ષાત્ તદરૂપ માને તે પણ મિથ્યાત્વ છે. કારણ કે તે નિર્જીવ મૂર્તિ છે. વળી, જેમની મૂર્તિ બનાવી છે, તેમને નજરે પણ દીઠા નથી તે યથાર્થ આકૃતિ કેમ બની ?
કોઈ કહેશે શાસ્ત્રકથિત આકૃતિ બનાવી છે. તે તે પણ શી રીતે બની શકે ? તીર્થકરો ૧૦૦૮ ઉત્તમ લક્ષણ અને ૩૪ અતિશયાદિથી અલંકૃત હતા. મૂર્તિમાં તે એક પણ લક્ષણ કે અતિશયો પત્તો લાગતે નથી.
તીર્થકરો બિરાજતા તેની ચોતરફ સે સો ગાઉમાં કઈ પ્રકારને ઉપદ્રવ થતે નહિ, જ્યારે મૂર્તિને તેડનાર કે તેના ઘરેણાં ચોરનારને પણ તે કશું કરતી નથી. રામચંદ્રજી અને કૃષ્ણજીનું નામ સાંભળતાં જ દુર્જનના હાજા ગગડી જતા હતા, આજે તેમની મૂર્તિનાં આભૂષણે ચારાયાના અનેક પ્રસંગે બને છે. એટલા માટે મૂર્તિને મૂર્તિ તરીકે માને તે કંઈ હરકત નથી, પણ સાક્ષાત્ ભગવાન માને તે મિથ્યાત્વ છે.
૧૮. સન્માર્ગને ઉમા શ્રધે તે મિથ્યાત્વ
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શીલ, સંતોષ, સરળતા, દયા, સત્ય, ઈત્યાદિ જે મુક્તિનો માર્ગ છે તેને કર્મબંધને, સંસારવૃદ્ધિને માર્ગ કહે; દયા દાનને બૂડવાનું કારણ બતાવે તે મિથ્યાત્વ. કેટલાક કહે છે, “જીવને મારવામાં તે એક હિંસાનું જ પાપ લાગે છે, પણ બચાવવાથી તે જેટલાં પાપ કરશે તે પાપને અધિકારી તેને બચાવનારો થશે. કેમ કે તેને બચાવ્યા તો તે પાપ કરવા લાગ્યો. તે તે બચાવવાવાળા અઢારે પાપના અધિકારી થાય છે ! !”
આવી કુયુક્તિઓ લગાવી બિચારા જીના હૃદયમાંથી અનુકંપારૂ૫ કલ્પવૃક્ષના અંકુરને ઉખેડી નાખે છે. કસાઈ સમાન કઠોર હૃદયી
* જિન પ્રતિમા જિન સાખી, કહે તે મિશ્યાદ્રષ્ટિ
પ્રતિમાને પ્રતિમા કહે, ભાઠો કહે તે ભ્રષ્ટ