________________
૫૯૬
જેન તત્ત્વ પ્રકાશ (૪) મિથ્યાત્વ ગુણસ્થાનક ૪ (મિથ્યાત્વને પણ ગુણનું સ્થાનક) ગણેલું છે. સંસારસ્થિત અનંત જ મિથ્યાત્વ સ્થાનમાં જ રહેલા છે. તેઓ ત્યાં રહ્યા થકા પણ અકામ નિર્જરા દ્વારા કર્મો ક્ષય કરે છે, ત્યારે જ ઉપર ચડે છે. જૈન ધર્મની દ્રવ્ય કરણી કરી, ૬૯ ક્રોડાકોડ સાગર જેટલી કર્મ સ્થિતિ મિથ્યાત્વમાં જ ખપાવવી પડે છે. આત્માને સમ્યકત્વાભિમુખ કરવાને ગુણ આ સ્થાનમાં જ ઉત્પન્ન થત હોવાથી મિથ્યાત્વ ગુણસ્થાન કહેવાય છે. કેમકે નિગમનયવાળા એક અંશને પણ પૂર્ણ વસ્તુ માને છે અને વ્યવહાર નયવાળા વ્યવહારને તથારૂપ માને છે. આ અપેક્ષાએ આ ગુરુસ્થાન કહેવાય છે.
(૫) મિશ્ર સમ્યકત્વ-મિથ્યાત્વ મેહનીયનાં દળિયાં ભેગવતાં ભેગવતાં ચેડાં અવશેષ રહ્યા તે વખતે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ એ ત્રણ તવ પ્રતિ દ્વેષભાવ પણ નહિ તેમ તેની આસ્થા પણ નહિ. તેવી જ રીતે કુદેવ, કુગુરુ, કુધર્મ પ્રતિ અંતરંગમાં અનુરાગ પણ નહિ અને તેને બૂરાં (અહિતકર) પણ જાણે નહિ. કારણ કે તેને એ બંનેની સમજણ કે પરીક્ષા કરવાની વિવેકબુદ્ધિ પ્રકટી નથી, તેને મિશ્રમેહનીય ગુણસ્થાન કહેવું.
દાખલા તરીકે, શીખંડમાં મીઠાશ અને ખટાશ બનેનું મિશ્રણ હોય છે.
ડામાડેલ ચિત્તયુક્ત અંતર્મુહૂર્ત પર્યત રહે છે.
દષ્ટાંત-જેમ પ્રાતઃકાળે રાત્રિદિવસની મિત્રતા (સંધ્યા) પ્રકાશને વધારતી જતી પૂર્ણ પ્રકાશમય બની જાય છે, તે જ પ્રમાણે નિકટભવી ભવ્ય જીવનું મિશ્ર ગુણસ્થાન તે જીવને શુદ્ધ સમકિતવંત બનાવી દે છે. જેમ સંધ્યાકાળની રાત્રિદિવસની મિત્રતા પૂર્ણ અંધકારમય બની જાય છે તેવી જ રીતે જેમને મેક્ષ દૂર છે તેવા ભવ્ય જીનું મિશ્ર ગુણસ્થાન તેને પુનઃ મિથ્યાત્વમાં ઘસડી જાય છે.
બીજું દષ્ટાંત–નગર બહાર સાધુ મહાપુરુષનું આગમન થયું સાંભળી તેમને વંદન કરવાની અભિલાષાએ કઈ મનુષ્ય ત્યાં ગયો, પણ
૪ શાસ્ત્રમાં ગુણઠાણાને જીવઠાણાં કહ્યાં છે.