________________
૫૯૪
જૈન તત્વ પ્રકાશ
સમકિત આવ્યા પછી જતું નથી, ક્ષાયિક સમકિતી ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મેક્ષે જાય છે.
નોંધ–
(૧) અનંતાનુબંધીને ચેક અને ત્રણે મેહનીયને ખુલાસે નીચે પ્રમાણે છે :
અનંત કાળથી જેનું બંધન આત્માની સાથે ચાલી રહ્યું છે તેવાં કોધ, માન, માયા અને તીવ્ર ઉદયને અનંતાનુબંધી ચેક કહે છે. આ ચેકડીને દૂર કર્યા વિના મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મેહનીય અને સમકિત મેહનીયનું બળ મંદ પડતું નથી અર્થાત્ તેને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ થતું નથી.
હવે મેહનીય કર્મના બે પ્રકાર છે- ૧. દશમેહનીય અને ૨. ચારિત્રમેહનીય.
યથાર્થ શ્રદ્ધાને દર્શન કહે છે. તે દર્શનને જે મોહિત કરે (વિકૃત કરે) તે દર્શન મેહનીય અને ચારિત્ર પ્રાપ્ત કરવામાં કે પાળવામાં જીવને મુગ્ધ બનાવે તે ચારિત્ર મેહનીય.
કર્મના ફળ સઘન હોવાથી મિથ્યાદષ્ટિ થાય છે. આ વખતે તે મિથ્યાત્વની વર્ગણ કંઈક સત્તામાં રહે અને કંઈક ઉદયમાં આવે તે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પિછાણ થવા દે નહિ. તેથી જીવ તેનાથી વિમુખ રહે તે મિથ્યાત્વ મેહનીય.
મિશ્ર મહુનીયનું સ્વરૂપ મિશ્ર સમકિતના જેવું જાણવું. અને સમક્તિ મેહનીય તે ક્ષાયિક સમકિતનું ઢાંકણ છે. તેનાથી સમક્તિગુણની પૂર્ણ ઘાત તે ન થાય પણ તેમાં ચલ, મલ અને અગાઢ દેષ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વી જીવેને આ મેહનીય હોતી નથી, પરંતુ ક્ષપશમ સમકિતને હોય છે. તેની ઉપસ્થિતિમાં સમકિત મલિન રહે છે. કેમકે શંકાદિ દેષયુક્ત હોય છે. જેમ કેઈ વૃદ્ધ પુરુષના હાથમાં