________________
પર
જૈન તત્વ પ્રકાશ
એક વાર ઉત્કૃષ્ટ પાંચ વાર આવે છે. ઉપશમ સમક્તિના કાળમાં શંકાદિ કેઈ દોષ ઉત્પન્ન થતું નથી. આ સમકિતને કાળ પૂરો થાય એટલે કાં તે ક્ષપશમ સમકિતમાં જાય, નહિતર પડવાઈ થાય તે સાસ્વાદનમાં જાય. પછી પહેલા ગુણસ્થાને આવે.
૨. સાસ્વાદન સમ્યકત્વ-અહીં મિથ્યાત્વ મેહનીય અને મિશ્ર મેહનીય એમ બે પ્રકૃતિને ઉદય નથી અને સમકિત મેહનીયને વિશેષ ઉદય થાય તેની સાથે અનંતાનુબંધી કષાયને ઉદય થાય તેથી, તે પડવાઈ થાય છે.
દાખલા તરીકે, કેઈ મનુષ્ય ઊંચા મિનારા ઉપરથી પૃથ્વીનું અવકન કરતે હોય તે વખતે ચક્કર આવવાથી નીચે પડી જાય, મિનારાની ટોચેથી પડતાં હજી ધરતીએ પહોંચ્યું નથી. મધ્યમાં છે તે પ્રકાર સાસ્વાદન સમકિતને જાવ. અર્થાત્ ચોથા ગુણસ્થાનવતની, ઉપશમ સમક્તિરૂપ મિનારા પર ચઢયે પણ પર વભાવરૂપી પૃથ્વીનું અવકન કરતાં અનંતાનુબંધી કષાદયરૂપ ચક્કર આવવાથી પડે. મિથ્યાત્વરૂપ ધરતીએ પહોંચ્યો નથી, રસ્તામાં છે ત્યાં સુધી સાસ્વાદન.
જેમ આમ્રવૃક્ષની ડાળેથી ફળ (કેરી) તૂટયું પણ ધરતીએ પહેચ્યું નથી ત્યાં સુધી સાસ્વાદન. જીવરૂપ , તેની પરિણામરૂપી ડાળ અને સમક્તિરૂપ ફળ, તે અનંતાનુબંધી કવાયરૂપ વાયુથી ટયું, મિથ્યાત્વરૂપ પૃથ્વીએ પહોંચ્યું નથી, રસ્તામાં છે ત્યાં સુધી સાસ્વાદને.
જેમ કેઈ મનુષ્ય ખીરખાંડનું ભેજન કર્યું, પછી તેને વમન થયું. વમન કરતી વખતે શેડો સ્વાદ રહી જાય છે તે સમાન સાસ્વાદન. જેવી રીતે ઘંટાને નાદ પ્રથમ ગહેર ગંભીર હોય પછી રણકે રહી જાય છે. ગહેર ગંભીર સમાન સમકિત અને રણકો રહી ગયે તે સમાન સાસ્વાદન.
જેમ ઘંટાને રણકાર અલ્પ સમયમાં નષ્ટ થાય છે તેવી રીતે સાસ્વાદન સમકિત પણ ઉત્કૃષ્ટ ૬ આવલિકા અને ૭ સમય બાદ નષ્ટ થાય છે અને તે જીવ મિથ્યાત્વી બની જાય છે. આ સમતિની પ્રાપ્તિ જઘન્ય એક વાર ઉત્કૃષ્ટ પાંચ વાર થાય છે.