________________
પ્રકરણ ૪ થું : સમ્યકત્વ
૫૯૧ અર્થાત્ જીવને જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થવાને અવસર પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રથમ તે તેની ભવસ્થિતિ પરિપકવ થઈ હેવી જોઈએ, કર્મને બંધ પણ ક્રોડાકોડ સાગરની સ્થિતિની અંદર રહી અને તે પણ મંદ રસમય રહેવો જોઈએ. સુખમાં હર્ષ નહિ, દુઃખમાં ઉદાસ નહિ, સદા આનંદમય મુખમુદ્રા હોય. તેનું અંતઃકરણ પણ સાક્ષીભૂત થઈ જાય કે હવે મારી ભલાઈને સમય પ્રાપ્ત થયા છે. સ્વાભાવિક રીતે જ તેમનામાં વિનયભાવ, કરુણાભાવ જાગૃત થઈ જાય. સર્વનું સદા કુશળ ઈચ્છ, અભિમાન, અક્કડાઈ રહે નહિ, દ્વિતીયાના ચંદ્ર સમાન જેમના હૃદયમાં જ્ઞાનને અંકુર ફૂટી નીકળે.
આ જીવ કેઈને દબાણથી નહિ પણ પિતાના ઉત્સાહથી જ કર્મશત્રુઓની સન્મુખ ઊભું રહી મેહનીય કર્મની માયાજાળ છે તેમાં ફસાય નહિ. ઊલટું, તેને નાશ કરવામાં તત્પર રહે, જેથી સહેજે જ તેમની દુર્ગતિ થતી અટકે અને સદ્ગતિમાં નિવાસ થાય. પરિણામે તે સર્વ દુઃખને અંત કરી પરમ સુખી બની જાય છે. આટલા ગુણોને ધારક હોય તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે.
સમકિતના પાંચ પ્રકાર ૧. ઉપશમ સમ્યકત્વ-જેમ નદીમાં પડેલે પથ્થર પાણીના આવાગમનથી ઘસાઈ ઘસાઈને ગેળ બની જાય છે, તે પ્રમાણે સંસારરૂપ નદીમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતે જીવરૂપ પથ્થર શારીરિક, માનસિક દુઃખેથી તથા ભૂખ, તરસ, તાપ, છેદન, ભેદન, આદિ અનેક કષ્ટો દ્વારા થતી અકામ નિર્જરારૂપ પાણીથી ઘસાઈને રાગદ્વેષ રૂપ પરિણામથી ઉત્પન્ન થયેલ અનંતાનુબંધીને ચેક અને ત્રણ મોહનીય એ સાત કર્મપ્રકૃતિ રૂ૫ ગ્રંથિને રાખથી ભારેલા અગ્નિની પેઠે ઉપશમા-ઢાંકે, પરંતુ સત્તામાં પ્રકૃતિ રહે તેને ઉપશમ સમક્તિ કહે છે.
આવા ઉપશમ સમકિત તથા ઉપશમ શ્રેણી સંપન્ન પ્રાણીના ઉપશમ સમકિતની સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. જેમ વાદળાં દૂર ખસવાથી સૂર્યનાં કિરણે ઝગમગાટ કરે છે, તેમ આવા નું સમકૂજ્ઞાન પ્રકાશમાન થાય છે. આ સમક્તિ સર્વભવ આશ્રી જીવને જઘન્ય