________________
પ્રકરણ ૩ : હું મિથ્યાત્વ -
૫૮૧
૨૪. અકિયા મિથ્યાત્વ અકિયાવાદીની પેઠે તેઓ કહે છે કે, “આત્મા છે તે જ પરમાત્મા છે. એટલે, અકિય આત્માને પુણ્ય પાપની ક્રિયા લાગતી નથી. જે પુણ્યપાપના ભ્રમમાં પડી આત્માને દુઃખી કરે છે, અર્થાત્ ખાનપાન, ભેગવિલાસ, એશઆરામથી વંચિત રાખે છે; ભૂખ તરસ, ટાઢ, બ્રહ્મચર્યાદિ ધર્મનું પાલન કરી આત્માને દુઃખી કરે છે તે બધા નરકમાં પડશે !” ગુર્નાદિકથી અલગ થઇ પોતાનો નિરાળો પંથ જ સ્થાપન કરે છે અને પોતાની પાછળ બીજા પણ અનેક આત્માઓને ભવસાગરમાં ડુબાડે છે.
વળી, પાસત્યા તો અનુકૂળ અવસર મળતાં નિશીથ સૂત્રના કથનાનુસાર આલોવી, પડિક્કમી, નિંદી, નિ:શલ્ય થઈને સુધરી પણ શકે છે. કિંતુ કુમત પક્ષમાં બંધાયેલા નિહુવનું ઠેકાણે આવવું–સુધરવું–અસંભવિત છે. આ માટે શાસ્ત્રનું ફરમાન છે કે કોઇ ગુણમાં નાધિક હશે તો તેનાં હાનિલાભ તેના પોતાના આત્માને જ થશે, પરંતુ પારકી ખટપટમાં પડતાં જો કદાચ સુસાધુને કુસાધુ કે ગુણીને દુર્ગુણી માનવામાં આવી જશે તે આપણે આત્મા મિથ્યાત્વ ઉપાર્જન કરી ભવસાગરમાં ગોથાં ખાશે, માટે કદાચિત્ કોઇનામાં દોષ છે એવું જાણવામાં આવી પણ જાય તો તેને દેખ્યું અણદેખ્યું, સાંભળ્યું અણસાંભળ્યું કરી દેવું. જુઓ સૂયગડાંગસૂત્ર શ્રુતસ્કંધ ૧ અધ્યયન ૧૩, ગાથા ૫ મી.
જે કોધને વશ કાણાને કાણો, આંધળાને આંધળો, હિનાચારીને હિનાચારી ઇત્યાદિ જેવું દેખે તેવું કહેશે અને ઉપશમાવેલા કલેશની ઉદિરણા કરશે તે જેવી રીતે અંધ મનુષ્ય હાથમાં લાકડી હોવા છતાં પણ રસ્તે ચાલતાં પીડા પામે છે તેવી રીતે ચતુર્ગતિરૂપ સંસારમાં દુ:ખ પામશે.
જ્યારે દોષીઓના દોષ પ્રકાશવામાં પણ આટલું પાપ બતાવ્યું છે તો પછી પિતાના આચાર્ય, ઉપાધ્યાય કે જ્ઞાનદાતા ગુરુજીના ગુણો ઓળવી તેના અવગુણો ગાય તેની કેવી ગતિ સ્થિતિ થાય તેનો વિચાર કરી લેવો.
સમવાયાંગ સૂત્રના ૩૦ મા ઠાણાની ૨૪-૨૫ ગાથા જુઓ. તેમાં કહ્યું છે કે “જે આચાર્ય ઉપાધ્યાયે શાસ્ત્ર અથવા વિનયાદિની શિક્ષા આપી હોય, તેમની જો કોઈ નિંદા કરશે, તેમનાથી વિમુખ વર્તશે, તેમનાં સત્કાર સન્માન નહિ કરે તે મહામહનીય કર્મ બાંધી ૭૦ કોડા કોડ સાગરોપમ સુધી બોધિબીજ સમકિતની પ્રાપ્તિ નહિ કરી શકે. એટલા માટે સર્વ જીવના ભલા માટે સૂચના કરીએ છીએ કે અવિનય અને અશાતના મિથ્યાત્વને અતિ દુખપ્રદ જાણી આત્માને તેમનાથી બિચાવો.