________________
પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ
૫૮૩
જુઓ, ત્યાં માનની મારામારી છે. ડુંક વાકચાતુર્ય પ્રાપ્ત થયું કે તરત કુબુદ્ધિ દ્વારા કુયુક્તિઓ લગાવી આપ્ત પુરૂષના સિદ્ધાંતને ઉથલાવી વાણીના આડંબરથી મનકલ્પિત પંથની સ્થાપના કરે છે, માયાજાળમાં ફસાયેલા લોકોને ગમે તે પ્રકારે લાલચમાં નાખી પિતાના બનાવી લે છે અને ધર્મના નામની ઓથ લઈ મનમા શિકાર ખેલે છે,
ઘેડા જ વર્ષ પૂર્વે એક “સત્પથી લેકને મત ચાલુ થયે છે. તેમની રહેણી તે બધી હિંદુના જેવી છે. પણ કરણી બધી મુસલમાનને ધર્મ પ્રમાણે છે. તેઓએ હિંદુધર્મના ગ્રંથમાં ફેરફાર કરી નવીન ગ્રંથની રચના ઇસ્લામ મજહબને અનુસરતી કરી છે. તેઓ કહે છે કે વિષ્ણુના મચ્છ, કચ્છાદિ ૧૦ અવતારમાં દસમે અવતાર નિષ્કલંકીને થયે તે મુસલમાની ધર્મના ચોથા ખલીફા “અલી હતા, એમણે કાશી વિશ્વનાથ નામ ધારણ કરી કાલિંગ દૈત્યને મારી પછી અવતાર લીધો. તેમના પુત્ર હસન અને હુસેન થયા. મુસા નબીકૃત તેરેત કિતાબ તે “ક્વેદ, દાઉદ નબીકૃત “જબૂર કિતાબ તે. યજુર્વેદ, ઈસારુહ અલ્લાકૃત “અંજલિ કિતાબ તે “શામવેદ' અને મહમ્મદ પયગમ્બર કૃત “કુરાન તે “અથર્વવેદ એ વગેરે મનઘડંત. વાત લખી છે. અને હગતતીર્થ (પીરાણ નામે ગામ ગુજરાતમાં છે) ને તીર્થધામ કહ્યું છે.
આ પ્રમાણે, આ પંચમકાળમાં નવા નવા મતે સ્થાપના કરી પિતાના ઈસિતાર્થની સાધના કરવામાં લોકે તત્પર બન્યા છે. આવા તે બીજા અનેક મત વર્તમાનમાં પ્રચલિત છે.
આમ, અજ્ઞાનવશ મિથ્યાત્વમાં ફસેલા છને જોઈ શ્રી જિનશાસનના અનુયાયીઓએ સાવધાન રહી દુર્લભતાથી પ્રાપ્ત થયેલ સમ્યત્વરત્નને સંભાળી રાખવું જોઈએ.
જેઓ જ્ઞાનને નિષેધ કરે છે અથવા જ્ઞાનાવરણીય કર્મ બંધને આસ્રવ સેવે છે તેમ જ જ્ઞાનની આશાતના કરે છે તેઓને અજ્ઞાન. મિથ્યાત્વ પર્યાયવાળા સમજવા.