________________
૫૮૪
જૈન તત્વ પ્રકાશ
गाथा-सदसदविसेसणाओ, भवहेउ जहच्छि ओवले भाओ ।
णाण फला भावाओ, मिच्छादिद्विरस अण्णाणं ॥
અર્થ–સત્ અને વિવેક ન હોવાથી, સંસારના કારણરૂપ કર્મોને બંધ જેમને તેમ રહેવાથી અને સત્ય જ્ઞાનના અભાવથી મિથ્યાદષ્ટિ જીવે અજ્ઞાની જ હોય છે. અજ્ઞાનવાદીની પેઠે “જાણે તેને તાણે” ઈત્યાદિ કુહેતુ વડે અજ્ઞાનની સ્થાપના કરી ભેળા લેકેને સદ્જ્ઞાનની પ્રાપ્તિથી વંચિત રાખે છે તેને અજ્ઞાન મિથ્યાત્વ કહેવું.
ઉપર પ્રમાણે ૨૫ પ્રકારના મિથ્યાત્વનું સંક્ષિપ્ત સ્વરૂપ વર્ણવ્યું. गाथा-मिच्छेअ अणंत दोसा, पयडा दिसति नवि गुण लेसा । तह विय त चेव जीवा, हो मोहध निसेवेति ॥ ९ ॥
[ વૈરાગ્યશતક ] અર્થ-મિથ્યાત્વમાં કિંચિત્માત્ર ગુણ નથી, પણ અનંત દોષનું પ્રત્યક્ષ સ્થાન છે, તથાપિ મેહાંધ બનેલા છે તેનું આચરણ કરે છે ! ઈતિ સખેદાશ્ચર્ય ! શાસ્ત્રોબારક બાલબ્રહ્મચારી ઋષિ સંપ્રદાયાચાર્ય સ્વ. મુનિશ્રી
અમલખઋષિજી મહારાજ દ્વારા વિરચિત
જૈન તત્વ પ્રકાશ” ગ્રંથના બીજા ખંડનું મિથ્યાત્વ નામક ત્રીજું
પ્રકરણ સમાપ્ત.