________________
૫૮૨
જૈન તત્વ પ્રકાશ
આવા મિથ્યાત્વ મતપ્રવર્તકને જ્ઞાની પુરુષે કહે છે કે, વાહ રે ! ભાઈ ! તમે તે પરમાત્માને પણ નરકમાં ધકેલી દીધા! ભંગી, ભીલ, ચમાર, કસાઈ ઈત્યાદિ નીચ જાતિના અને નીચ કર્મવાળા બનાવી દીધા ! પણ ભાઈ ! આત્મરૂપ પરમાત્માને પોષવાવાળા દુઃખી કેમ દેખાય છે ? પરભવ તે દૂર રહ્યો પરંતુ આ ભવમાં પણ જેઓ આત્માને કાબૂમાં નથી રાખતા તેઓ દુઃખી દેખાય છે.
જેમકે અભક્ષ્ય-અપથ્યનું ભક્ષણ કરનારા વાત, પીત, કફાદિ અનેક રેગથી ઘેરાઈ પીડા પામે છે, ચેરી-કરનારા કારાગૃહમાં જાય છે, અને વ્યભિચાર કરનારને ચાંદી, પ્રમેહ, આદિ ભયંકર રોગ થાય છે, જેને પરિણામે તેઓ સડી સડીને અકાળે મરે છે. સમાજમાં હડધૂત થાય છે. શું આત્મા–પરમાત્માનાં આ લક્ષણ છે ? ભેળા લેકે આત્માને પરમાત્મા તે કહે છે અને પાછા અન્ય જીવને હણી એ પરમાત્માના દેહનું ભક્ષણ કરી જાય છે.
આવા પાખંડીઓ, ભ્રષ્ટાચારીએ નરકમાં જશે કે આત્માને કાબૂમાં રાખનારા નરકમાં જશે ? આને નિર્ણય દરેક સુજ્ઞજને પિતાની સવિવેકબુદ્ધિ દ્વારા કરી લે. દુષ્કર્મોથી આત્માને બચાવશે તે જ સુખી થશે.
જેઓ જૈન નામ ધરાવી ક્રિયાને નિષેધ કરે છે તેઓ નિન્હવ થઈને પડીને મિથ્યાત્વ પામે છે અને જેઓ જૈનેતર અક્રિયાવાદી છે તેઓ પુણ્ય પાપ ધર્મ કે ક્રિયાને માનતા નથી તેઓ આર્થિક મતવાદી છે. તેથી તેઓ સર્વથા નાસ્તિક છે.
૨૫. અજ્ઞાન મિથ્યાત્વ જ્યાં મિથ્યાત્વ હોય ત્યાં અજ્ઞાન નિયમો હોય જ છે. અર્થાત મિથ્યાત્વી અજ્ઞાની જ હોય છે. મિથ્યાત્વમહિના ઉદયથી તેને બધું વિપરીત ભાસે છે. આ હુંડાવસર્પિણી કાળમાં મિથ્યાત્વનું જેર ખૂબ વધી પડયું છે. અજ્ઞાન અને મેહના પ્રાબલ્યથી સતશાસ્ત્ર વિરુદ્ધ અનેક મતમતાંતરે પ્રવર્તી રહ્યા છે. એટલું જ નહિ પણ, પ્રકૃતિથી પણ પ્રતિકૂળ એવા અનેક મત પ્રચલિત થાય છે અને થતા જાય છે. જ્યાં