________________
પ્રકરણ ચોથું
સમ્યકત્વ गाथा-नथि चरित्तं सम्यत्तविहूणं दसणे उ भइयव्वं । सम्मत्तचरित्ताई, जुगवं पुव्वं व सम्मत्तं ॥
[ ઉત્તરાધ્યયન અ. ૨૮ ગા. ૨૯ | અર્થ–જે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી તેમને ચારિત્રધર્મની પ્રાપ્તિ થતી નથી. જેમને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે તેમનામાં ચારિત્રધર્મની ભજન જાણવી અર્થાત તેમનામાં ચારિત્ર હોય અને ન પણ હેય. સમકિત ચારિત્રની સાથે પણ રહે છે અને ચારિત્ર વગર પણ રહે છે.
સમકિત વિનાના ચારિત્રથી સકામ નિર્જરા થતી નથી તેથી સમકિત વિનાની કરણીથી અકામ નિર્જરા અને પુણ્ય થાય છે. તેથી સમકિતની પ્રાપ્તિ થતાં અન્ય બધા આધ્યાત્મિક ગુણે કમશઃ પ્રાપ્ત થતા જાય છે. गाथा-नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्म नस्थि मोक्खो, नथि अमोक्खस्स निव्वाणं ।।
[ ઉ. અ. ૨૮૩૭ ] અર્થ–સમ્યફદર્શન વિના સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, અને જ્ઞાન વિના ચારિત્રના ગુણો પ્રગટ થતા નથી. ચારિત્રના ગુણની પ્રાપ્તિ વિના કર્મબંધથી છુટકારો નથી અને કર્મોને નાશ થયા વિના મેક્ષની પ્રાપ્તિ થતી નથી અર્થાત્ સમકિતથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સમક્તિ થવા પહેલાં જેટલું જ્ઞાન હોય છે તે મિથ્યાજ્ઞાન કહેવાય છે અને સમક્તિ થતાં જ તે મિથ્યાજ્ઞાન સમ્યજ્ઞાન બની જાય છે.
સમ્યાન વિના અહિંસા આદિ વ્રત અને પિંડવિશુદ્ધિ આદિ ગુણ ઉત્પન્ન થતા નથી. આત્મ-વિકાસના વિચાર કરતાં જણાશે.