________________
પ્રકરણ ૪ થું ઃ સમ્યકત્વ
૫૮૭ કે, આત્મોન્નતિનું મૂળ સમક્તિ છે સમકિતની પ્રાપ્તિને ઉપાય અને તેનું સ્વરૂપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં નીચે પ્રમાણે બતાવેલ છે :
गाथा-तहियाणं तु भावाणं, सभावे उबअसणं । भावेणं सद्दह तस्स, सम्मतं तं वियाहियं ॥१५।।
(ઉ. અ. ૨૮-ગા. ૧૫) અર્થ યથાતથ્ય (વાસ્તવિક) ભાવના અસ્તિત્વને ઉપદેશ દે અને શુદ્ધ ભાવથી તેના ઉપર શ્રદ્ધા રાખવી તેનું નામ સમ્યક્ત. જે પદાર્થ જેવા સ્વરૂપે છે તેને તેવા જ સ્વરૂપે જાણે, સરધે, પ્રરૂપે તે સમકિત કહેવાય. સમક્તિની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે?
અર્થ :–તે (સમ્યદર્શન) ૧. નિસર્ગથી એટલે સ્વભાવથી અને, ૨. અધિગમથી એટલે ગુર્નાદિકના ઉપદેશથી એ બે પ્રકારે થાય છે. નિશ્ચયમાં તે અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શન મેહનીય ત્રણ પ્રકૃતિ એ સાત પ્રકૃતિને ક્ષય, ઉપશમ કે ક્ષપશમ થવાથી ક્ષાયિક ઉપશમ કે ક્ષયે પશમ સમકિતની પ્રાપ્તિ થાય છે, તેથી મતિ, શ્રત કે જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થાય તથા તીર્થકરના કે સદ્દગુરૂના ઉપદેશથી જડ ચેતનના ભેદવિજ્ઞાનને પ્રાપ્ત કરી છવાજીવ, ધર્માધર્મ વગેરેના યથાતથ્ય તાદશ્ય સ્વરૂપને જાણીને તેવું જ શ્રદ્ધાન કરે તેને સમકિતી કહે.
“લબ્ધિસાર' નામક ગ્રંથમાં મિથ્યાત્વી જીવને સમકિત પ્રાપ્ત થવાનું વિધાન નીચે પ્રમાણે દર્શાવ્યું છે.
સંજ્ઞી, પર્યાપ્ત, મંદકષાયી, ભવ્ય, ગુણદોષને વિચારવાળે, સાકારપગી (જ્ઞાની), જાગૃત અવસ્થાવાળે એટલે ગુણવાળો જે જીવ હોય તે જ સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. સમકિત પ્રાપ્ત કરવાવાળાને પાંચ લબ્ધિ હોય છે ૧. પશમ લબ્ધિ, ૨. વિશુદ્ધિ લબ્ધિ, ૩. દેશના લબ્ધિ, ૪. પ્રયોગ લબ્ધિ અને, ૫. કરણ લબ્ધિ. હવે આ પાંચે લબ્ધિનું સ્વરૂપ કહે છે.