________________
જૈન તત્ત્વ પ્રકાશ
આ પ્રમાણે ૩૩ આશાતના કહી છે તે આશાતના જાણીબૂઝીને કરે તે મિથ્યાત્વ
૫૮૦
નિન્હવ બે પ્રકારના છે–૧. પ્રવચન નિન્દ્વવ અને, ૨નિંદક નિન્દ્વવ તેમાં જે પ્રવચન નિન્દ્વવ હેાય છે તે તે। નવગ્રં વેયક સુધી જાય છે, પણ નિંદક નિન્જીવ તા કિવિષીમાં જ ઉત્પન્ન થાય છે. ભગવતીજીમાં જમાલીને નિર્મળ ચારિત્રના પાળનાર કહ્યા છે, તથાપિ તે કિક્વિપી દેવપણે ઊપજ્યા તેનું કારણ પણ એ જ છે. શાસ્ત્રમાં પ્રવચન નિહવના કરતાં પણ નિંદક નિન્હેવને ખરાબ કહ્યા છે.
*
ઢારા—આચારે અદકા કહ્યો, નિંદક નિન્દ્વવ જાણ, પચમ અંગે ભાંભખયા, છે વ્હેલે ગુણઠાણ,
પ્રવચન નિન્જીવ માત્ર પ્રવચનની ઉત્થાપના કરે છે, પણ નિંદક નિન્દ્વવ તે પ્રવચનની અને પ્રવચનના પ્રરૂપક કેવળજ્ઞાની, ધર્માચાર્ય, ચતુર્વિધ સંઘ એ સર્વની માયા કપટ સહિત નિંદા કરે છે અને કહે છે કે હું જે કહું છું તે જ સત્ય છે, શાસ્ત્ર તા થેાથાં છે. શાસ્રવચન મિથ્યા છે, અમે શેાધક બુદ્ધિથી કરેલા નિય તે જ સાચા છે. ઈત્યાદિ વચને ગર્વ સહિત ઉચ્ચારે છે, ગુરુ આદિથી પણ વિમુખ થઈ ઉદ્ધૃતપણું કરે છે. જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરવા જેવાં પાતાનાં દુષ્કૃત્યોને પણ અનેક કુહેતુઓ દ્વારા સુકૃત્ય બતાવે છે અને ભાળાં પામર મનુષ્યોને માર્ગચ્યુત કરવામાં મઝા માણે છે. આવા નિંદક નિન્દ્વવ જિનશાસનના શત્રુ અને મહામિથ્યાત્વી જાણવા.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬મા અધ્યયનમાં કહ્યું છે કે શ્રુતજ્ઞાની, કેવળજ્ઞાની, ધર્માચા, ગુરુદેવ અને ચતુર્વિધ સંઘ એટલાના અવર્ણવાદ બાલવાવાળા કિલ્વિી દેવતા થાય છે અને તેવાં વચનને માનનારા ભગવંતની આજ્ઞાથી બહાર અને મિથ્યાત્વી જ હેાય છે. તે ગમે તેટલા શુદ્ધ અને ઉત્કૃષ્ટ આચારનું પાલન કરે તો પણ તેમના કરતાં પાસસ્થા-શિથિલાચારી લાખ દરજ્જે સારા છે. પાસસ્થા તો માત્ર ચારિત્રના જ વિરાધક હાય છે, પણ સમક્તિના આરાધક હોય છે, તેથી તેમનું આત્મકલ્યાણ શીઘ્ર થઇ જાય છે, જુએ જ્ઞાતાસૂત્ર બીજા શ્રુતસ્કંધમાં ભગવાન પાર્શ્વનાથની ૨૫૬ આર્યા પાસથી હતી, પરંતુ સમકિત શુદ્ધ રહેવાથી બધી દેવલાકમાં ગઈ અને મહાવિદેહમાં જન્મ લઇ મેાક્ષમાં જશે.
બીજું કારણ એ પણ છે કે, પાસસ્થાની શ્રદ્ધા પ્રરૂપણા શુદ્ધ હોય છે, પરંતુ ચારિત્ર મેહનીયના ઉદયથી સ્પના શુદ્ધ થઈ શકતી નથી. આથી તે પોતાના આત્માનું અહિત કરે છે પણ બીજાને ડુબાડતો નથી અને નિંદક તે