________________
૧૭૮
જૈન તત્ત્વ પ્રકાશ ૧૯. જેમની પાસેથી સૂત્રાર્થ ધારણ કર્યા તેમની અશાતના કરે તે વાચનાચાર્યની અશાતના.
આ ૧૯ ના ગુણોનું આચ્છાદન કરે-ઢાંકે, અવર્ણવાદ બેલે, અપમાન કરે તે આશાતના લાગે છે.
૨૦. જવાઈદ્ધ–શાસ્ત્રનાં પદ પહેલાંના પછી અને પછીનાં પહેલાં એમ આઘાપાછા ઉચ્ચારે તે આશાતના.
૨૧. વચ્ચેામેલિય–વચ્ચે વચ્ચે સૂત્ર પાઠ આદિ છેડી દે.
૨૨. હીણુફખરં–સૂત્ર પાઠના સ્વર વ્યંજનાદિના પૂર્ણ ઉચ્ચાર કરે નહિ. કમી કરે તે આશાતના.
૨૩. અચ્ચખર–અધિક સ્વરાદિ બેલે તે આશાતના ૪
૨૪. પયહીણું-પદ પૂર્ણ ઉચ્ચાર કરે નહિ તથા પદને અપભ્રંશ કરે તે આશાતના.
૨૫. વિણહીણું-વિનયભક્તિ રહિત અહંકારીપણે ભણે તે
આશાતના.
* જાણી બૂઝીને એક અક્ષર પણ ન્યૂનાધિક કરે તો મિથ્યાત્વી થઈ જાય, પરંતુ જ્ઞાનાવરણીય કર્મને જેટલો ક્ષયોપશમ થયો છે અને તદનુસાર જેટલું જ્ઞાન શ્રાપ્ત થયું છે તે પ્રમાણે પઠન પાઠન કરતાં જ્ઞાનના આરાધક ગણાય છે. કેમ કે તીર્થકરોએ જે પ્રમાણે ફરમાવ્યું છે તેવું ગણધર મહારાજ પણ કહી શકતા નથી. કારણ, વાણી ગુણના અતિશયનો અભાવ છે. અને જેવું ગણધરોએ કહ્યું તેવું આચાર્ય જી કહી શકતા નથી. કારણ, ત્રિપદી લબ્ધિનો અભાવ છે. તો પછી અલ્પજ્ઞનું શું ગજું ! જો કોઇ સૂત્ર ભણવાની મના કરે તો ભ્રમમાં ન પડતાં પિતાના ક્ષયોપશમ અનુસાર શુદ્ધ પઠન પાઠન કરતા રહેવું જોઈએ. ઈરાદા પૂર્વક અશુદ્ધ ન બોલવું અને અજાણપણે અશુદ્ધ ઉચ્ચાર થઈ જાય તો તે બદલ વાઈદ્ધ આદિ પાઠ બેલી મિચ્છામિ દુક્કડે કહી આત્માને શુદ્ધ કરી લેવો જોઇએ.