________________
૫૭૬
જૈન તત્વ પ્રકાશ શકતા નથી. તેવી જ રીતે, કર્મ પુદ્ગલ પણ ચારસ્પશી રૂપી પુદ્ગલ છે તે દૃષ્ટિગોચર ન થવાથી તેને અરૂપી કહે તે મિથ્યાત્વ.
ર૧. અરૂપીને રૂપી શ્રધે તે મિથ્યાત્વ ધર્માસ્તિકાયાદિ જે અરૂપી છે તેને રૂપી માને. તથા શ્રી સિદ્ધ ભગવાન અવણે, અગધે, અરસે, અફાસે ઇત્યાદિ ગુણસંપન્ન છે એમ શાસ્ત્રમાં ફરમાવ્યું છે. તેમને રક્ત વર્ણ આદિ માને અથવા પ્રથમ ઈશ્વરને અરૂપી (નિરંજન નિરાકાર) કહીને પછી કહે કે, ધર્મના કે ભક્તના રક્ષણાર્થે ૨૪ અવતાર ધારણ કરે છે. તેવી જ રીતે સિદ્ધ ભગવાન અમૂર્ત છે તેમની મૂર્તિ બનાવે ઈત્યાદિ અરૂપીને રૂપી કહે તે મિથ્યાત્વ. જાણવું. આકાશ અરૂપી છે, છતાં તેમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે એમ કહેનારને પણ મિથ્યાત્વ મળે છે.
રર. અવિનય મિથ્યાત્વ શ્રી જિનેશ્વર ભગવાનનાં તથા સદગુરુનાં વચનોને ઉત્થાપે, આજ્ઞાનું ઉલ્લંઘન કરે, ભગવાન ભૂલી ગયા એમ કહે, સાધુ સાધવી, શ્રાવક, શ્રાવિકા, ગુણવંત, જ્ઞાનવંત, તપસ્વી, ત્યાગી, વૈરાગી, ઈત્યાદિ ઉત્તમ પુરુષોની નિંદા કરે, કૃતકની બને, છિદ્રગવેષી બને તે અવિનય મિથ્યાત્વ. જેઓ વિનય ગુણ તથા વિનય ધર્મ સાધનની આસાતના કરે છે તેઓ અવિનય મિથ્યાત્વપર્યાય મેળવે છે.
૩૩. આશાતના મિથ્યાત્વ આશાતનાના ૩૩ પ્રકાર છે. ૧. અરિહંતની આશાતના. ૨. સિદ્ધની આશાતના. ૩. આચાર્યની આશાતના. ૪. ઉપાધ્યાયની આશાતના. ૫. સાધુની આશાતના. ૬. સાધ્વીની આશાતના.