________________
જૈન તત્વ પ્રકાશ ખુદ ભગવાન મહાવીરના અનુયાયી હોવા છતાં કહે છે કે “ગોશાલકને બચાવ્યા તે ભગવાનની ભૂલ થઈ.” આવી રીતે તીર્થકરો ઉપર પણ દોષારોપણ કરતાં અચકાતા નથી.
વળી, આવા ઉસૂત્ર પ્રરૂપકને પૂછીએ કે, ભાઈ! પાપી જીવો નરકમાં જાય છે ત્યાં તેમને વિશેષ પાપ કરવાનો પ્રસંગ પડતો નથી, પરંતુ તેમને તમારા ગુરુ ઘર્મોપદેશ આપી ધર્માત્મા સાધુ શ્રાવક બનાવે છે તે ધર્મના પ્રતાપે દેવલોકમાં જશે અને દેવાંગના સાથે કામગ ભેગવશે. બીજા પણ અનેક પાપાચરણ કરશે તે તેનું પણ પાપ જે ગુરુના ઉપદેશથી સાધુ શ્રાવક દેવલોકમાં ગયા હશે તે તમારા ગુરુજીને લાગવું જોઈએ. ત્યારે કહેશે કે, “જે કરશે તે ભોગવશે.”
તે એવી જ રીતે સમજવું જોઈએ કે, કેઈ દયાળુ પુરુષે મરતા જીવને ઉપદેશથી કે દ્રવ્યાદિની મદદથી બચાવ્યો તો તેને અભયદાન આપવાને લાભ પ્રાપ્ત થયો. “બાગ ઝું સમજ્યા અર્થાત્ સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે એમ શ્રી સૂયગડાંગ સૂત્રના છા અધ્યયનમાં ફરમાવ્યું છે. બચેલે જીવ ભવિષ્યમાં જે પાપકર્મ કરશે તે તેનાં ફળ તે તે કરવાવાળા જ ભગવશે.
વળી, આ પંથવાળા લેકે પોતાના પંથના સાધુ સિવાય બીજાને દાન દેવામાં એકાંત પાપ બતાવે છે અને શ્રી ભગવતી સૂત્રનો પાઠ બતાવી ભેળા ભાઈઓને દાન દેવાથી વંચિત કરે છે, પરંતુ એ જ સ્થળે તેને ખુલાસે જે પૂર્વાચાર્યોએ કર્યો છે, તેને સ્વીકારતા નથી.
રાયપણી સૂત્રમાં શ્રી કેશી સ્વામીને ઉપદેશ સાંભળી પ્રદેશી રાજાએ દાનશાળા સ્થાપી છે.
દશાશ્રુતસ્કંધમાં શ્રાવકની ૧૧ મી પ્રતિમા ભિક્ષેપજીવી હેવાની વિધિ ભગવાને બતાવેલ છે.
ઉવવાઈજી સૂત્રમાં અંબડ સંન્યાસીએ વૈકિય લબ્ધિના પ્રભાવથી નિત્યપ્રતિ ૧૦૦ ઘરે છઠનું પારણું કર્યાનું વર્ણન છે.