________________
પ્રકરણ ૩ નું મિથ્યાત્વ
પ૭૩ બનાવી દે છે, પછી તે તેમના સમક્ષ કઈ જીવ મરતે હોય, અગ્નિમાં કેઈ જીવ બળતો હય, પાણીમાં ડૂબતે હોય તે પણ તે બેઠા બેઠા જોયા કરે છે, પણ તેને બચાવવાનો યત્ન કરતા નથી. અરે ! કેઈ બચાવતું હોય તો તેને પાપી ઠરાવે છે! અફસેસ !. નિર્દયી મત પણ જૈન ધર્મમાં આ કાળે પ્રવર્તી રહ્યો છે.
અગર એમને પૂછવામાં આવે કે,
(૧) શ્રી ઋષભદેવજીએ કલ્પવૃક્ષ નષ્ટ થવાથી જીવને દુઃખી દેખી ત્રણ પ્રકારનાં કર્મોને પ્રચાર કર્યો.
(૨) શ્રી શાંતિનાથ ભગવાન ગર્ભાશયમાં હતા, તેમના પુણ્યપ્રતાપે દેશમાં ફેલાયેલ મહામારીને ઉપદ્રવ નાશ પામ્ય અને શાંતિનો પ્રચાર થયો, જેથી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮મા અધ્યયનમાં “સતિ સંતિ કોણ અર્થાત્ લોકમાં શાંતિના કરવાવાળા શાંતિનાથ ભગવાન એ પ્રમાણે પ્રશંસા છે.
(૩) શ્રી અરિષ્ટનેમિ ભગવાને પાંજરામાં પુરાયેલા જીવોને છોડાવી સારથિને ઈનામ આપ્યું તેની તારીફ ઉત્તરાધ્યયનના ૨૨મા અધ્યયનમાં છે–સાબુનો વિ દિલ” અર્થાત અનુકંપા લાવી. જનું હિત કર્યું–જીવોને બંધનમુક્ત કર્યા.
(૪) પાર્શ્વનાથ ભગવાને લાકડામાં બળતાં નાગનાગણને બચાવ્યાં તેની તારીફ કલ્પસૂત્રમાં છે.
(૫) શ્રી મહાવીર સ્વામીએ સાધુ અવસ્થામાં ગોશાલકને તેલેશ્યાથી બળતે બચાવ્યો.
તીર્થકર ભગવાન વિચારે છે તેમની ચારે તરફ રાગ, દુષ્કાળ, મનુષ્ય, પશુને ઉપદ્રવ થતો નથી અને પ્રથમ થયેલ હોય તે દૂર થઈ જાય છે, અને શ્રી સમવાયાંગ સૂત્રમાં તીર્થકરને અતિશય કહ્યું છે. આવી રીતે ખુદ તીર્થકરોએ પણ જેની રક્ષા કરી છે, તે શું તેઓને પણ અઢાર પાપ લાગી ગયાં ? પરંતુ જે પ્રમાણે આ લોકે