________________
પ્રકરણ ૩ જુ: મિયાત્વ
પ૭ ૧૧. જીવને અજીવ શ્રધે તે મિથ્યાત્વ પર્યાપ્તિ, પ્રાણ, રોગ, ઉપયોગ, ઈત્યાદિ જીવનાં લક્ષણ શાસ્ત્રમાં કહ્યાં છે, તેણે કરી સહિત જે એકેદ્રિયાદિ જીવે છે તેને જીવ ન માને તે મિથ્યાત્વ છે. કેટલાક કહે છે કે, સર્વ પદાર્થ મનુષ્યના ભેગને અર્થે જ ભગવાને બનાવ્યા છે, જે તેને ન ભોગવીએ તે તે સડીને નિરુપયોગીથઈ જશે. એથી ભગવાનનું અપમાન થશે ! આવું વચન તે મહા અજ્ઞાની ઢાંગીનું જ હોય.
વિચારવું જોઈએ કે, જે મનુષ્યના ભેગને માટે જ બધી વસ્તુઓ બનાવી હોય તો તે બધી વસ્તુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ, સુખપ્રદ, ઉત્પન્ન કરવી જોઈએ, પણ તેવું દેખાતું નથી. કડવી કાંટાળી, કઠણ, ઝેરી, બદસ્વાદ એવી પણ ઘણી વસ્તુઓ છે, તે ભગવાને શા માટે બનાવી? શું ભગવાન પણ કોઈની સાથે મિત્રતા અને કેઈની સાથે શત્રુતા રાખે છે?
તમારા ભોગને માટે અન્ન ફલાદિ જેવી રીતે ઉત્પન્ન કર્યા છે તેવી જ રીતે સિંહ, વાઘ, આદિના ભેગને માટે તમને પણ બનાવ્યા હશે! કારણ કે તમને જેમ ફળાદિ પ્રિય છે તેવી જ રીતે તેમને પણ મનુષ્યનાં લોહીમાંસ બહુ પ્રિય હોય છે. મરવું તે એક દિવસ છે જ માટે ચાલો આપણે સિંહને ભક્ષ બની જઈ એ, એ વિચાર કદી સ્વપ્ન પણ આવે છે ખરો ? ભોગગે, કદી સિંહાદિને ભેટ થઈ ગયો હોય તે તો કેવી કંપારી છૂટે ? જાન બચાવવા કેવાં વલખાં મારવાં પડે ! ! અરે સિંહ તે દૂર રહ્યો પણ માંકડને ખોરાક તે મનુષ્યનું લોહી છે, તેને કરડવાથી મેત થતું નથી, તે પણ તેને કેટલાક નિર્દયી મનુષ્યો તરત મારી નાખે છે.
ભાઈઓ ! તમને જીવતર જેવું વહાલું છે તેવું જ તેને પણ છે. માટે જીવને જીવ તરીકે જાણે તેને જીવવા દો. નહિતર તમારી પણ તે જ દશા સમજી લેવી. પોતપોતાના કર્માનુસાર ઊંચનીચ નિને તેઓ પ્રાપ્ત થયા છે. પરંતુ ભગવાને કેાઈને બનાવ્યા નથી એ નિશ્ચય સમજજે.