________________
૫૭૦
જેન તત્વ પ્રકાશ૧૫. અસાધુને સાધુ સદંહે તે મિથ્યાત્વ ઉપર્યુકત સાધુના ગુણેથી રહિત, ગૃહસ્થ સમાન, માત્ર વેષધારી, દસ પ્રકારના યતિ ધર્મ રહિત, મઠાવલંબી, અઢારે પાપોનું સ્વયં સેવન કરે, બીજા પાસે કરાવે, પાપાચરણની અનુમોદના કરે,
ત અને માનો પેક (પ્રમાણ સહિત) વસ્ત્ર રાખવાને બદલે પીળાં, રાતાં, લીલાં, કાળાં, ભગવાં, ઈત્યાદિ વસ્ત્રો ધારણ કરે, છકાય જેની ઘાત કરે, ધાતુ, પરિગ્રહ રાખે એવા તથા મહાક્રોધી, મહા અભિમાની, દગલબાજ, મહા લાલચી, નિંદક, ઇત્યાદિ દુર્ગણોના ઘારકને સાધુ માને તે મિથ્યાત્વ.
કેટલાક ભેળા જીવો કહે છે કે, અમે તે વેષને વંદન, નમન કરીએ છીએ. તેમણે વિચારવું ઘટે છે કે, બહુરૂપી-ભાંડ અથવા નાટકનું કઈ પાત્ર સાધુનો વેષ ધારણ કરીને આવે તે શું તેમને પણ સાધુ માની વંદન કરવું ? એવું કરનારને તે આપણે જિનશાસનને દ્રોહી જ સમજીએ. “અપને તે ગુણકી પૂજા, નિગુણેકે પૂજે વહ પંથ હી ધ્રુજા.”
કેટલાક કહે છે કે, પંચમકાળમાં શુદ્ધાચારી સાધુ છે જ નહિ. જે શુદ્ધાચાર પ્રરૂપે તે તીર્થને જ વિચ્છેદ થઈ જાય ! એવા નાસ્તિકે અને કાર્યકરોએ સમજવું જોઈએ કે શ્રી ભગવતી સૂત્રમાં શ્રી ભગવંતે ફરમાવ્યું છે કે પાંચમા આરાના અંત પર્યત અર્થાત ૨૧૦૦૦ વર્ષ લગી મારું શાસન ચાલશે.
આ વાત કેઈ કાળે મિથ્યા થઈ શકે જ નહિ. હજી તે પૂરાં અઢી હજાર વર્ષ પણ વીત્યાં નથી. પહેલો જ પ્રહર છે. અત્યારે આ આર્યાવર્તમાં અનેક મહાત્યાગી મહારાગી મહાત્માઓ, સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકાઓ વિદ્યમાન છે અને પાંચમા આરાના છેડા સુધી ચાર જીવ એકાવતારી હશે. માટે આચારભ્રષ્ટ વેધારીઓના ફંદામાં ન ફસાતાં સુસાધુ હોય તેને જ સાધુ માનવા. પાંચમા આરામાં કઈ સાધુ. જ નથી એમ પ્રરૂપનાર દુર્લભધિ થાય છે.