________________
જૈન તત્ત્વ પ્રકાશ
૫૬૮
ઉપકાર લાભ થાય છે તેમાં ધર્મ માને છે. આવી શુદ્ધ શ્રદ્ધા રાખવાથી આ મિથ્યાત્વથી બચી શકાય છે.
આ બાબતના ખુલાસે “ જતનાથી ચાલવું, ઊડવુ, બેસવુ, સૂવું, વગેરે સર્વ ક્રિયા જતનાથી કરવી” ના પાઠથી થઇ જાય છે. વળી ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાને ફક્ત ઇરીયાવહિ ક્રિયા છે, ૭ માથી ૧૨મા ગુણસ્થાન સુધી ધ્યાનસ્થ અવસ્થા છે. પ્રસ્થને અને કાયાને વ્યવહાર સામાન્ય રીતે છઠ્ઠા ગુણસ્થાન સુધી છે. આ બધું સમજાય તો બધા ભ્રમ આપેાઆપ મટી જાય, પણ જેને કરવું નથી કંઇ અને વાતા કયાંયની કયાંય લઈ જવી છે તે એક જાતના વિલાસ છે. ૧૪. સાધુને અસાધુ સહે તે મિથ્યાત્વ
પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પચ ઇંદ્રિયાના નિગ્રહ, ચાર કષાયાની ઉપશાન્તતા, જ્ઞાન, ધ્યાન, ત્યાગ, વૈરાગ, દમિતામા, ઇત્યાદિ સાધુના જે જે ગુણા શાસ્ત્રમાં કહ્યા છે એવા ગુણાએ કરી યુક્ત સાધુઓને, મિથ્યા મેહાદયથી કુગુરુના ભરમાવવાથી, વિવેકહીન અને મતાગ્રહી મનુષ્યેા અસાધુ કહે છે, પ્રભુના ચાર કહે છે, ઢીલા, પાસસ્થા અથવા મેલાઘેલા આદિ અપશબ્દોથી ઉપહાસ કરે છે, નિદા કરે છે. ગચ્છમમત્વ અને સ`પ્રદાયના મેાહને લીધે પેાતાના મતને જ સત્ય માની અન્યની નિંદા કરે છે, વંધ્રુણા નમસ્કાર કરવાથી કે આહાર પાણી આપવાથી સમ્યકૃત્વ ચાલ્યું જશે એમ માને છે. અને આવી પ્રવૃત્તિના પરિણામે જ્ઞાની, યાની, તપસ્વી, સયમી, ઇત્યાદિ અનેક ગુણવંત મહાત્માઓના દ્રોહ કરી મિથ્યાત્વ ઉપાર્જન કરે છે. અને અન્યને પણ ઉન્માર્ગે દોરે છે.
આવા લેાકાએ વિચારવું જોઈ એ કે, ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ૧૪૦૦૦ સાધુએ હતા. તે બધા સમાન ગુણના ધારક નહાતા. જો એમ હાત તેા બધા જ કેવળજ્ઞાની થઈ જાત, પરંતુ કેવળી તે ૭૦૦ થયા છે, છતાં ભગવંતે સાધુ કહ્યા છે. જેમ એક હીરા ખસે! રૂપિયાના હાય અને એક હીરા ક્રોડ રૂપિયાના પણ હાય, તે બધા હીરા