________________
૫૬૯
પ્રકરણ ૩ જુ ઃ મિથ્યાત્વ જ કહેવાય, સર્વને કાચના ટુકડા ન કહેવાય. ગુણોની ન્યૂનાધિકતા હોવા છતાં સાધુનાં મહાવ્રતમાં મૂળ દોષ ન લગાડે છે તે સાધુ જ કહેવાય.
ભગવાને પાંચ પ્રકારના નિર્ચ થના આચાર પૃથફ પૃથફ બતાવ્યા છે. કેટલાક પોતાના સંપ્રદાયની એકતાની પ્રશંસા અને બીજા સંપ્રદાયમાં પડેલા ફાંટાઓનું પ્રદર્શન કરાવી નિંદા કરે છે. પોતાની શુદ્ધતા, સત્યતાને પરિચય આ રીતે આપે છે. પરંતુ તેમણે વિચારવું જોઈએ કે, પ્રભુ મહાવીરના ૧૧ ગણધરોના ૯ ગ૭ હતા. ગરછ અલગ હોવાથી શું તેઓ સાધુ નહતા ? છેદ શાસ્ત્રમાં પ્રભુએ ફરમાવ્યું છે કે, છ મહિના પહેલાં ગચ્છ-સંપ્રદાય બદલે તો પ્રાયશ્ચિત આવે છે, આઈ. સમજવું જોઈએ કે ગચ્છ-સંપ્રદાય તે અનાદિ કાળથી છે.
વળી, એકતાની તારીફ કરનારે જાણવું જોઈએ કે, કંઈ બધાં રૂડાં કામમાં જ એકતા હોય છે એવું બનતું નથી. ચેરમાં અને ધાડપાડુઓમાં પણ એકતા હોય છે. કેમ કે એકતા ન રાખે તે સપડાઈ જાય અને મરણને શરણે થવું પડે. આવી રીતે, પોતાના અનાચાર છુપાવવવા માટે એકતા રાખે છે. તેવી એકતા પ્રશંસનીય નથી.
આ બધી વાત ધ્યાનમાં લઈ જે સાધુઓએ મૂળ ગુણોને ભંગ કર્યો ન હોય, જે પિતાના ગુરુની આજ્ઞામાં વર્તતા હોય, જેમને વ્યવહાર શુદ્ધ હોય તે બધા સુસાધુઓએ સમભાવ ધારણ કરી આ મિથ્યાત્વથી પોતાના આત્માને બચાવવો. સાધુ પર જુગુપ્સા કરનારને ચીકણું પાપકર્મ બંધાય છે. તેના ફળરૂપે ચંડાલ, નીચ જાતિ, અશુચિવાળા વ્યાપાર, નીચ ગતિ, રોગ ભવાંતરે પ્રાપ્ત
થાય છે.
1 એક બાઈએ સાધુની દુર્ગછા કરી તેથી તેનું તે જ ભવમાં આખું શરીર સડી ગયું. તેનું કેઈ શુભ કર્મ ફરી જઈ અશુભ ફળ આપે, પણ આગળ ઘણું દુઃખ વેઠવાનું બાકી રહે છે. માટે સાધુને કદી મેલાઘેલા કહેવા નહિ. સુસાધુની નિંદા કરનાર કિવિધી થાય છે, તે તે દેવનું આયુષ્ય બાંધવા જેવું કર્મ હોય તો, નહિતર દુર્ગતિમાં કેટલીય વાર ભ્રમણ કરવું પડે છે.