________________
પ્રકરણ ૩ જુન : મિયાત્વ
૫૬૩ ૫. આચાર દિનકર ગ્રંથમાં અને શતપદી ગ્રંથમાં અનેક પ્રમાણ
મુહપત્તી બાંધવાનાં મળી આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યની રચનાનુસાર ઉદયરત્નજીને સં. ૧૭૬૯માં ચેલ ભુવનભાનું કેવળીને રાસ છે તેની ૮૬ મી ટાળમાં આ પ્રમાણે છે.
દાહી
મુંહપત્તી મુખ બાંધી રે, તુમ બેસે છે જેમ ગુરુજી, તિમ મુખ ડૂચા દઈને રે બીજાથી બેસાયે કેમ ગુરુજી છેડા મુખ બધી મુનિની પરે રે, પરદોષ ન વદે પ્રાહી ગુરુજી સાધુ વિના સંસાર મેરે, ક્યારે કે દીઠા ક્યાંહી ગુરુજી ૫૪
એ જ ખુલાસાવાર લેખ હિતશિક્ષાના રાસમાં તથા હરિબળ મચ્છના રાસમાં છે. અને શ્રાવક ભીમસી માણેક તરફથી પ્રકાશિત
જૈન કથા રત્ન કેષ”ના ૭મા ભાગના ૪૦૫ મા પૃષ્ઠની ૧૬ મી પંક્તિમાં છાપેલ છે કે “ઉપાશ્રયમાં રહેતા સાધુ માંહેલા કેટલાક સાધુઓ તે મુહપત્તી બાંધ્યા વિના જ બોલ્યા કરે છે !
x हस्ते पात्र दधानाच, तुण्डे वस्त्रस्य धारकाः । मलिनान्येव वासांसि, धारयन्तोऽल्पभाषिणः ॥
[ શિવપુરાણ અ. ૨૧] અર્થ– હાથમાં પાત્ર અને મુખ પર વસ્ત્ર રાખવાવાળા, મલિન વસ્ત્રો ધારણ કરનાર અને થોડું બોલનાર જૈન ધર્મના સાધુ હોય છે, આ પ્રમાણે અન્ય મતાવલમ્બીઓનાં શાસ્ત્ર પ્રમાણથી પણ જન સાધુઓએ મુખ પર મુહપર બાંધવી જોઈએ એવું સિદ્ધ થાય છે,
જહોન મર્ડક [એલ. એલ. ડી.] એ ઈ. સ. ૧૯૦૨ માં જગતના ધર્મો નામે પુસ્તક રચ્યું છે તેના ૧૨૮ મા પૃષ્ઠ પર નીચે પ્રમાણે છે
The yati has to lead a life of continence. He should wear a thin cloth over his mouth to prevent insects from flying into it.
અર્થ–બ્રહ્મચર્ય પાળવું અને સૂક્ષ્મ જીવોની રક્ષાને માટે મુખ પર વસ્ત્ર બાંધી રાખવું એ યતિ ધર્મ છે.