________________
--૫૫૮
જૈન તત્વ પ્રકાશ
તે જીવરાશિ કે અજીવરાશિ ન કહેવાય. પણ “જીવાજીવ” નામની ત્રીજી રાશિમાં ગણાય. એ પ્રમાણે વાદીને ચર્ચા કરનારને) હરાવીને પિતાના ગુરુજી પાસે આવ્યા. ચર્ચામાં છત્યાની તમામ વાત ગુરુજીને કરી. ગુરુજીએ કહ્યું, શ્રી મહાવીર ભગવાને જીવરાશિ અને અજીવરાશિ એમ બે રાશિ જ શાસ્ત્રમાં ફરમાવી છે અને તમે આ પ્રમાણે સ્વકલ્પિત ત્રીજી રાશિ સ્થાપી તે મિશ્યા હોવાથી સભાની સમક્ષ “મિથ્યા મે દુષ્કૃત” લે.
શ્રી રહગુપ્તજીએ માન મગરુરીને વશ થઈ પિતાની હઠ છોડી નહિ અને “મિચ્છામિ દુક્કડ” ન લીધું તેથી તેઓ નિન્દવ ગણાયા.
(૫) શ્રી ધનગુપ્તાચાર્યના શિષ્ય એવી વાત સ્થાપી કે “એક સમયમાં બે કિયા લાગે છે. જેમકે કેઈ મનુષ્ય નદી ઊતરે છે, હવે તે વખતે તેના પગ તે નીચે નદીના ઠંડા પાણીમાં શીતળતા ભગવે છે અને માથા પર સૂર્યને તડકે લાગતું હોવાથી ઉષ્ણતા પણ તે જ વખતે ભગવે છે. એ દૃષ્ટાંતે તે શિષ્યની શ્રદ્ધા ફરી ગઈ
પણ તે શિષ્ય એમ ન જાણ્યું કે સમય એ કાળને સૂક્રમમાં સૂક્ષમ ભાગ છે, કે તેટલા વખતમાં આત્મા બે ઉપગ રાખી શકે નહિ, તેથી બે કિયા ભેગવી (વેદી) શકે જ નહિ. જે વખતે શીતળતા વેદ છે તે વખતે ઉષ્ણતા ભેગવી શકે નહિ અને ઉષ્ણતાની અસર ભેગવે તે વખતે શીતળતા (ઠંડક) ભેગવી શકે નહિ. આ સત્ય વાત તે શિષ્યને હૈિયે ન બેઠી ને શ્રદ્ધા ફરી તેથી તે નિન્દવ થયા.
| (૬) પ્રજાપ્ત સાધુ—શ્રી ભગવાને જીવ અને કર્મને સંબંધ દૂધમાં ઘી, તલમાં તેલ, પુષ્પમાં સુગંધના જે કહ્યો છે, જ્યારે પ્રજાસ સાધુએ સર્ષ અને કાંચળીના જે સંબંધ છે એવી સ્થાપના કરી અને ભગવાનનાં વચન ઉસ્થાપવાથી તે છઠ્ઠો નિન્દવ થયો.
(૭) અશ્વમિત્ર–આ સાધુએ નરકાદિ ગતિના જીવોની વિપર્યાય ક્ષણ ક્ષણમાં પરાવૃત્ત થાય છે એવી સ્થાપના કરી. બૌદ્ધના ક્ષણિકવાદ જેવી એમની શ્રદ્ધા હોવાથી તે સાતમે નિ~વ થયો.