________________
- પપ૬
| જૈન તત્વ પ્રકાશ
(૧) જમાલીજી-શ્રી મહાવીર પ્રભુના શિષ્ય જમાલી પોતાના ૫૦૦ શિષ્ય સહિત વિચરતા હતા. તેમને એકદા તાવ ચડી આવ્યા એટલે શિષ્યને કહ્યું, મારા માટે પથારી બિછાવે. શિષ્ય પથારી કરવા લાગ્યા, એટલામાં જમાલીએ પૂછયું–પથારી બિછાવી? શિષ્ય કહ્યું, હ. બિછાવી. જમાલી જઈને જુએ તે પૂરી બિછાવેલી નહિ, તેથી શિષ્યને પૂછયું, તું જૂઠ કેમ બેલ્યો? ( શિષ્ય કહ્યું, ભગવાન મહાવીરે કહ્યું છે કે, “ માને ?” અર્થાત્ કામ કરવા માંડ્યું તે કર્યું કહેવાય. - જમાવી બેલ્યા, શ્રી મહાવીર સ્વામીનું એ કથન ખોટું છે. કામ પૂર્ણ થયે જ પૂરું થયું એમ કહેવું. આ પ્રમાણે ભગવાનને જૂઠા કહેવાથી તેણે મિથ્યાત્વ ઉપાર્જન કર્યું. . (૨) નિશ્રગુપ્ત–શ્રી વસુ આચાર્યના શિષ્ય તિશ્રગુપ્ત એક દિવસ આમપ્રમાદ-પૂર્વની સ્વાધ્યાય કરતા હતા તેમાં એવો અધિકાર આવ્યો કે, અહો ભગવદ્ આત્માના એક પ્રદેશને જીવ કહેવો ? ભગવાને કહ્યું, નહિ. આવી રીતે બે, ત્રણ યાવત્ સંખ્યાત પ્રદેશ લગી પૃચ્છા કરી તે પણ ભગવાને ના કહી.
ફરી પૂછ્યું, અહે ભગવન્અસંખ્યાતા પ્રદેશમાં એક પ્રદેશ કમતી હોય તે તેને જીવ કહે? ભગવાને કહ્યું, નહિ. જેટલા આત્મપ્રદેશ છે તેટલા પૂરા હોય તે જ જીવ કહેવો. આ ઉપરથી તિશ્રગુપ્ત આત્માના અંતિમ પ્રદેશને જીવ માન્યો. અને એક-પ્રદેશી આત્મા પ્રરૂપવા લાગ્યો. ગુરુજીએ બહુ સમજાવ્યું, પણ સમક્યું નહિ. છેવટે તેને ગઈથી બહાર કાઢયે.
- જેમ ઘેરથી કે મુંબઈ જવા નીકળ્યો તે ભલે મુંબઈ પહોંચ્યો નહિ તો પણ લોકે તે મુંબઈ ગયો છે એમ જ વ્યવહારથી કહેશે. આ ન્યાયે જે કામ કરવા માંડયું તે કએમ કહેવાય. નિશ્ચયથી જેટલા સમયની ક્રિયા થઈ તે કરી જ ગણાય, ફક્ત છેલ્લા સમયની ક્રિયાને જ કિયા કહીએ તો એક સમયમાં સર્વ ક્રિયા થઈ ન શકે માટે ખેડ્યું છે. ભવિષ્યનું વર્તમાનમાં આજે પણ નિગમનયર્થ થાય છે અને કોઈ નયને એકાંત નિષેધ કરવું તે પણ મિથ્યા છે