________________
૫૫૪
જૈન તત્વ પ્રકાશ માનવું એ પણ મિથ્યાભિમાન છે, ખરી વાત તો એ છે કે પોતાના કર્મરૂપ સૂત્રથી ગૂંથાયેલો આ લેક છે.
શ્રીમદ્દ ભાગવતના ૧૦ મા સ્કંધના ૨૪ મા અધ્યાયમાં કહ્યું છે કે –
कर्मणा जायते जंतुः, कमणैव विलीयते । सुखं दुःख भयं क्षेम, कर्मणैवाभिपद्यते ॥ १३ ॥
અર્થ-કર્મથી જ જીવ જન્મ લે છે અને કર્મથી જ મરે છે. સુખ, દુઃખ, ભય અને ક્ષેમકુશળ એ બધું કર્મથી જ થાય છે.
વળી, ભગવદગીતાના ૫ મા અધ્યાયમાં કહ્યું છે કે,
न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः ।
न कर्मफल संयोग, स्वभावस्तु प्रवर्तते ॥
અર્થ–પ્રભુ કોઈના કર્મને સર્જતા નથી, તેમ પ્રભુ લોકેને ઉત્પન્ન કરતા નથી તેમજ કર્મનાં ફળ પણ આપતા નથી, પરંતુ સર્વ કાર્યો સ્વભાવથી જ થાય છે.
ઈસ્લામમાં પણ કહ્યું છે કે,
શેર અરબ્બી– “એસાલી મુજરક વજાત તસર ફેબી ઈલાત"
અર્થાત્ – જીવ દર્યાફત કરવાવાળે છેઃ પોતે પિતાથી જ પિતાને. ઓજારની સાથે કબજે રાખનાર છે.
જીવ સંસારમાં સુખ દુખ ભોગવે છે તે પોતપોતાના સંચિત કર્માનુસાર જાણવું. અન્યનું તે શું કહેવું પણ ખુદ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય, ચંદ્ર, વગેરે પણ કર્માધીન સુખદુઃખ ભેગવે છે.