________________
જૈન તત્ત્વ પ્રકાશ
વળી પૂછીએ કે, પ્રલય કાળમાં બધા જીવાના સહાર થતાં તે જીવા મરીને કયાં જશે?ત્યારે કહે છે કે ભક્ત હશે તે પરબ્રહ્મમાં મળી જશે ને બાકીના જીવે માયામાં મળી જશે. ઠીક ! પ્રલય થયા પછી માયા પણ પરબ્રહ્મથી જુદી રહે છે કે એક થઇ જાય છે ? જો જુદી રહે છે એમ કહેશે તો માયા પણ પરબ્રહ્મની પેઠે અનાદિ અને નિત્ય ઠરી, અને જો માયા પ્રલય કાળમાં બ્રહ્મમ મળી ગઈ એમ કહેશે તે સર્વ જીવા પણ બ્રહ્મમાં મળી ગયા ગણાય. અને એમ થાય તો ભક્ત અને દુષ્ટના ભેદ કયાં રહ્યો ? તેમ જ મેક્ષને ઉપાય જે યમ-નિયમ, પ્રાણાયામ, સમાધિ, વગેરે શા માટે કરવાં જેઈ એ ?
બપર
ભલા, પ્રલય કાળ પછી જ્યારે નવી સૃષ્ટિ થશે ત્યારે અગાઉના જીવા નવી સૃષ્ટિમાં આવશે કે નવા પેઢા કરવા પડશે ? જે એમ કહેશે! કે અગાઉના જીવે નવી સૃષ્ટિમાં આવશે તે પરબ્રહ્મમાં બધા જવા જુદા જુદા રહ્યાં ગણાય, પણ એકત્ર થયા ન ગણાય. આથી અગાઉ કહેલ બ્રહ્મમાં જીવા એકરૂપ થઈ ગયેલાની વાત ખૂટી થઈ. અને જો નવી સૃષ્ટિમાં નવા જીવેા ઉપજાવ્યા એમ કહેશે। તા જીવનુ અસ્તિત્વ (ાવાપણું) રહ્યું નહિ. તેથી મેક્ષ મેળવવાના ઉપાય પણુ વ્ય થયા. કારણ કે એક પછી એક નવી નવી સૃષ્ટિ થતાં જૂના જીવાના નાશ થઈ જવાને
માયા મૂર્તિમંત (સાકાર) છે કે અમૂર્ત (નિરાકાર) છે? જો સાકાર કહેશેા તે નિરાકાર બ્રહ્મમાં તેના સમાવેશ શી રીતે થાય ? વળી, મૂર્તિમંત માયા નિરાકાર બ્રહ્મમાં ભળી ગણે તા બ્રહ્મ પણ મૂર્તિમંત ગણાય અગર મૂર્તીમૂ (સ!કાર નિરાકાર-મિશ્ર ) થાય. માયાને નિરાકાર. ગણશે તે પૃથ્વી, પાણી, વાયુ, વગેરે સ્પષ્ટ દેખાતા મૂર્તિમંત (સાકાર) પદાર્થો, નિરાકાર માયામાંથી શી રીતે બને ? એ વગેરે યુક્તિએથી પરબ્રહ્મ માયા, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ અને સૃષ્ટિ સંબંધી વિચાર કરતાં. “ ઇશ્વર સૃષ્ટિનો મહાત્ નિયંતા છે, બ્રહ્મા પેદા કરનાર છે, વિષ્ણુ પાલનકર્તા છે. અને મહાદેવ સંહારકર્તા છે” વગેરે સર્વ વાતો કપાલકલ્પિત એટલે ગેાઠવી કાઢેલી જણાય છે.