________________
જૈન તત્ત્વ પ્રકાશ
રાખવાની સત્તા શું” ન રહી ? કદી એમ કહેશે કે, પાપ તે બ્રહ્માએ પાછળથી લગાડયું. તેા પેાતાના બનાવેલા જીવોને પાછળથી પાપ લગાવીને દુ:ખી શા માટે કર્યા?
એથી બ્રહ્મા નિર્દય ઠરે છે.
૫૫૦
ઉપરનાં કારણેાથી બ્રહ્માએ સૃષ્ટિ બનાવી છે એ વાત; અથવા બ્રહ્મામાં કર્તાપણાનો ગુણ છે એ વાત ટકી શકતી નથી.
હવે વિષ્ણુદેવ સૃષ્ટિનું પાલન કરે છે એમ કહેનારાને પૂછીએ કે ભાઈ ! જે ખીજા બધાયને દુ:ખી થવા ન દેતાં, તેમને મળેલું સુખ છૂટી ન જાય, તેમ રક્ષા કરે, એનું નામ પાલનકર્તા કહેવાય, પણ આખા વિશ્વમાં નજર કરીએ છીએ તેા તેથી ઊલટુ નજરે આવે છે. જગતમાં સુખી જીવા થાડા દેખાય છે અને દુઃખી જીવા ઘણા દેખાય છે. વિશેષ ભાગ ક્ષુધા, તૃષા, ટાઢ, તાપ, સંયાગ, વિયેાગ, રાગ, શાક વગેરે ઉપાધિઓથી હેરાન થઈ રહ્યો છે, તે વિષ્ણુદેવનુ` રક્ષકપણુ કયાં રહ્યું ?
એના જવાબમાં તેઓ કહે છે કે, જીવમાત્રનાં સુખ દુઃખ તો કર્માધીન છે. સૌ સૌના કર્માનુસાર તમામ જીવા સુખ દુઃખ ભાગવે છે. આ જવાબ તે વૈદ્યના જેવા ઠર્યા. રાગીને આરામ થાય તા ઠગવૈદ્ય કહે છે કે એને મારી દવાથી આરામ થયા છે પણ રાગીના રાગ વધે અથવા મરી જાય તે ઠગવૈદ્ય કહે છે કે એ તે કર્માધીન છે. તેનું આયુષ્ય નહિ તેથી મરી ગયા.
એ પ્રમાણે પાતપાતાનાં કર્મોથી જ જવાનું ભલું ભૂરું થતુ હાય છે, પછી તમે પ્રભુનું નામ શા માટે લેા છે ? ત્યારે તેઓ કહે છે, અમે તા ઈશ્વરને ભક્તવત્સલ કહીએ છીએ. ઠીક, જે પ્રભુને તમે ભક્તવત્સલ હેા છે. તા સામનાથ પાટણનુ દેવળ મહમદ ગીઝનીએ તોડ્યું, ત્યારે તેમણે પેાતાના દેવળની રક્ષા કેમ ન કરી ? અને સામનાથ મહાદેવના અનેક ભક્તોને તે સ્થળે મ્લેચ્છ લોકેાએ ઘણુ દુઃખ દીધુ', છતાં સહાયતા કેમ ન કરી ?