________________
પ્રકરણ ૩ જી : મિથ્યાત્વ
ब्रह्मायेन कुलालवन्नियमितु, ब्रह्मांडभाण्कोदरे । विष्णुयेन दशावतारग्रहणे, क्षिप्तो महा संकटे । रुद्रोये न कपालपाणिपुटके, भिक्षाटनं कायते । सूर्यो भ्राम्यति नित्यमेव गगने, तस्मै नमः कर्मणे ॥ (ભતૃહિર)
૫૫૫
કર્મ વશ બ્રહ્માને કુંભારની પેઠે જીવના શરીરરૂપ વાસણા ઘડવાં પડે છે, વિષ્ણુને દસ અવતાર ધારણ કરવારૂપ મહાસ કટ વેઠવુ પડે છે, શિવજીને મનુષ્યની ખાપરી હાથમાં લઇ ભિક્ષા માગવી પડે છે અને સૂર્યને ગગનમાં રાત્રિદિવસ ભટકવાનું કષ્ટ ભાગવવું પડે છે. એટલા માટે કર્મને નમસ્કાર. જો કે આ ત્રણે દેવે કલ્પિત છે પણ ભતૃહરિ પણ તે દ્વારા ક અને કફળ કબૂલ કરે છે.
પ્રશ્ન—જીવ શુભ કર્મ કરી સુખી થવા સમર્થ છે, તે પછી અશુભ કર્મ કરી તે દુઃખી શા માટે થાય છે ? દુઃખ તો કોઇને વહાલું નથી લાગતું.
ઉત્તર-અજ્ઞાનથી તેમ જ માહાયની પ્રબળતાથી તે દુઃખ પામે છે. જેમ વકીલ બેરિસ્ટર જાણે છે કે, મદિરાપાનથી ભાન ભૂલી જવાય છે, તન, મન, ધનની હાનિ થાય છે, છતાં તે મદિરાપાન કરી પાગલ બને છે. ન્યાયાધીશ મંદિરાપાન કરનારને શિક્ષા કરે છે અને પેાતે જ બ્રાંડીની. ખાટલી ગટગટાવી જાય છે. વિચાર! મેાહની કેટલી અજબ ગતિ છે.
આવી જ રીતે ઘણા જીવા દુઃખપ્રદ કર્મ સુખને માટે કરે છે. પણ તેનું પરિણામ દુઃખરૂપ જ હોય છે. અને જે જ્ઞાનવંત પ્રાણી (માહ. મંદ પડવાથી) દુઃખપ્રદ ના ત્યાગ કરે છે તે સુખી થાય છે. માટે આ સત્ય હૃદયમાં ધારા અને સાચી શ્રદ્ધા રાખેા. કુહેતુઓથી કદાપિ ભ્રમમાં પડે નહિ, સત્યના સ્વીકાર કરો અને પરભવ છે એમ નિશ્ચય
માના !
૭ નિહૅવ
જિનપ્રણીત શાસ્ત્રોથી વિપરીત પ્રરૂપણા કરનાર ૭ નિન્હવા પ્રાચીન કાળમાં થઈ ગયા છે. એ ખાતની ટૂંકામાં હકીકત ઉવવાઇ. સૂત્રમાં વર્ણવી છે.