________________
પપt
પ્રકરણ ૩ જુ : મિથ્યાત્વ
જે એમ કહેશે કે વિષ્ણુમાં એટલી શક્તિ ન હતી, તે. મલેચ્છોથી પણ ઓછી શક્તિવાળા તમારા પરમેશ્વર છે? અને જે એમ કહેશે કે, મહમદ ગઝનીના જુલમની પ્રભુને ખબર ન હતી તે. પ્રભુનો અંતર્યામી, સર્વજ્ઞ વગેરે નામને મહિમા કયાં રહ્યો ? પ્રભુ જાણતા હતા છતાં સહાય ન કરી એમ કહેશો તે પ્રભુનું ભક્તવત્સલપણું કયાં ગયું ?
એ રીતે પાલનકર્તા દેવ વિષ્ણુમાં ભક્તવત્સલપણું છે, અગર તે સૃષ્ટિનું રક્ષણ કરે છે, આ વાત વૃથા છે.
ત્રીજા દેવ શંકર, કે જે સૃષ્ટિને સંહાર કરે છે તેને વિષે તે લેકેને પૂછીએ કે શંકરદેવ પ્રલયકાળ આવે ત્યારે સંહાર કરે છે કે હંમેશાં સંહાર કર્યા કરે છે ? પોતાના હાથથી સંહાર કરે છે કે બીજા પાસે સંહાર કરાવે છે ? જે પોતાના હાથથી સંહાર કરતા હોય તે. આ જગતમાં ક્ષણ ક્ષણમાં અનંત જીવો મરે છે તેને સંહાર એકલે. હાથે કેવી રીતે શકે ?
શંકર બીજાની સહાય લઈને સંહાર કરતા હોય તે તે સંહાર કરનારાનાં નામ બતાવો. જે શંકર દેવની ઈચ્છા માત્રથી સંહાર. થઈ જતો હોય તે શું એવી મેટી પદવીવાળા દેવની વૃત્તિ “માર, માર ને માર” એવી અધમ હશે? શેડા જીવને સંહાર કરનારને દુષ્ટ, પરિણામી કહેવામાં આવે છે તો આવા અનંત જીવોનો સંહાર કરના-- રને કે નિર્દય કહેવો ?
ત્યારે તેઓ કહે છે કે એ સંહારને હિંસા કહેવાય જ નહિ. એમાં હિંસા છે જ નહિ; એ તે માત્ર એક તમાશો છે. સૃષ્ટિને. વિખેરી નાખવાને પ્રસંગ આવતાં વિખેરી નાંખે એમાં હિંસા શાની? વાહ ભાઈ ! વળી તમે તમારા પ્રભુને તમાશાગીર બનાવ્યા, તમાશાગીરને સારું લાગ્યું ત્યારે તમારો બનાવ્યું અને બૂરું લાગ્યું– ત્યારે તમારો વિખેરી નાખ્યો. છતાં કઈ પણ જીવની હિંસાને દોષ ન. લાગે, તેમ રાગદ્વેષ પણ ન ચડ્યાં, એ વાત શી રીતે માની શકાય !