________________
૪૭૨
જેને તવ પ્રકાશ
૩. વ્યવહારનય-યાખ્યાત ક્ષાયક ચારિત્ર તે વ્યવહારનયનું મિક્ષ કહે.
૪. જુસૂત્ર-વર્તમાન સમયે તે સર્વ કર્મને અભાવ–તેને મેક્ષ કહે.
પ. શબ્દનય–ક્ષાયક અને શુદ્ધ પારિણામિક ભાર. ૬. સમભિરૂઢ-સિદ્ધગતિ ગમન.
૭. એવભૂતનય–જે સિદ્ધ ક્ષેત્રમાં સ્થિત સિદ્ધ ભગવંતને મિક્ષ માને છે.
ચાર નિક્ષેપ કઈ પણ એક નામવાળી વસ્તુમાં ગુણનું કે અવગુણનું અવલોકન કરીને તેનું શુદ્ધ કે અશુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું તેને નિક્ષેપ કહે છે.
એવા નિક્ષેપ ચાર છેઃ ૧. નામ નિક્ષેપ, ૨. સ્થાપના નિક્ષેપ, ૩. દ્રવ્ય નિક્ષેપ, ૪. ભાવ નિક્ષેપ.
૧. નામ નિક્ષેપ-જે કહેવાથી વસ્તુને બંધ થાય તેને નામ કહે છે. તે નામ ત્રણ પ્રકારનાં હોય છે. (૧) યથાર્થ નામ–જેમકે ઉજજવલ હવાથી હંસ, ચેતનાયુક્ત હેવાથી ચૈતન્ય, સદૈવ જીવિત રહે તેથી જીવ, પ્રાણોને ધારક હોવાથી પ્રાણી. આ પ્રકારે નામ પ્રમાણે જેમાં ગુણ હોય તેને યથાર્થ નામ જાણવું. (૨) અયથાર્થનામ-નામ પ્રમાણે જ્યાં ગુણ ન હોય; જેમકે વ્યક્તિનું નામ હીરાચંદ, મતીબાઈ, કચરાભાઈ, વગેરે હેય છે પણ તે નામ પ્રમાણે ગુણ હેતા નથી. (૩) અર્થશૂન્ય નામ-જેને કોઈ અર્થ ન થાય તેવું નામ. જેમકે-વાજાંના અવાજ, પશુ પક્ષીઓના અવાજ, ખાંસી, છીંક, બગાસું, વગેરે. એ નામને કંઈ અર્થ થતું નથી.
૨. સ્થાપના નિક્ષેપ-જે વસ્તુ મૂળ વસ્તુની પ્રતિકૃતિ, મૂતિ અથવા ચિત્ર હોય અથવા જેમાં મૂળ વસ્તુને આરોપ કર્યો હોય તે. એને ૪૮ ભેદ છે. (૧) કર્ફે કમમેવા–લાકડાની, (૨) ચિત્ત કમેવા