________________
જૈન તત્ત્વ પ્રકાશ
પ્રકૃતિ, સ્થિતિ, રસપ્રદેશ, ઈત્યાદિ પાપકર્મનાં બ’ધનનું કથન શાસ્ત્રમાં છે તે આગમ પ્રમાણુ.
૪૯૪
૫. આસ્રવતત્ત્વ—(૧) પ્રત્યક્ષ—મન, વચન, કાયાના વ્યાપાર પ્રત્યક્ષ દેખાય તેથી પિછાણે (૨) અનુમાન–તે અત્રતીપણુ જોઈ અનુમાનથી જાણે. (૩) ઉપમા—તે તળાવનું ગરનાળુ, ઘરનું દ્વાર, સાયનું નાકું, વગેરે ઉપમાથી આસવનું સ્વરૂપ જાણે. (૪) આગમ-તે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સજવલન એ ચારે પ્રકારના ક્રોધ, માન, માયા, લાભ એ કષાયાના દલરૂપ સ્કંધ આત્માના પ્રદેશથી સંબંધ કરે એવુ આગમથી જાણે તે આગમપ્રમાણ.
૬. સવરતત્ત્વ—(૧) પ્રત્યક્ષ-તે યાગાને વશ કરે. સ વિરતિથી અને શ્રાવક દેશ વિરતિથી યાગેા પર અંકુશ લાવે તે સંવર પ્રત્યક્ષ છે. (૨) અનુંમાન—સાવદ્યયેાગ–ત્યાગના અનુમાનથી સ'વર કહે. (૩) ઉપમા પ્રમાણ—જેમ ગરનાળાં બંધ કરવાથી તળાવમાં પાણી આવતું બંધ થાય, દ્વાર બંધ કરવાથી કચરા આવતા અટકે, જેમ વહાણમાં છિદ્રો બંધ કરવાથી પાણીનું આવવુ' બંધ થાય છે તેમ, ત્યાગ વ્રત પ્રત્યાખ્યાન કરવાથી, યાગનું નિરૂધન થતાં સવર થાય છે. (૪) આગમ પ્રમાણથી—આત્માનું સ્થિરપણું, દેશથી કે સ`થી મન, વચન, કાયાના ચેગા રૂધન તેને આગમ પ્રમાણથી સ`વર કહે.
૭. નિર્જરા તત્વ—(૧) પ્રત્યક્ષ માર પ્રકારના તપથી કર્મીનું ઉચ્છેદન કરે (૨) અનુમાન-જ્ઞાન, દન, ચારિત્ર તથા સમિકતની વૃદ્ધિ થતી દેખી, અને દેવતાનું આયુષ્ય વગેરેની પ્રાપ્તિ જોઈ ને નિરાનું અનુમાન થાય. (૩) ઉપમા-જેમ ક્ષારથી ધેાતાં વસ્ત્રને મેલ દૂર થાય છે, ટંકણખાર, નવસાર, વગેરેના સયેાગથી સોનું નિર્માંળ થાય છે. અને પવનથી સૂર્ય પર છવાયેલું વાદળ દૂર થાય છે તેમ તપશ્ચર્યાથી નિર્જરા થાય એ ઉપમા પ્રમાણુ. (૪) આગમપ્રમાણ–ફળની વાંછા રહિત સમ્યક્ત્વયુક્ત તપ કરવાથી સકામનિર્જરા થઈ આત્મશુદ્ધિ થાય છે એમ કહે તે આગમ પ્રમાણુ.