________________
પ્રકરણ ૨ જી : સૂત્ર ધર્માં
૪૯૫
૮. અંધ તત્વ-(૧) પ્રત્યક્ષ—તે ક્ષીરનીરની પેઠે જીવ અને પુગળ લાલીભૂત થઈ રહેલ છે અને જેને લીધે પ્રયાગસા પુગળ રૂપે શરીરના સયેાગ થયેલા પ્રત્યક્ષ દેખાય છે તે. (૨) અનુમાન પ્રમાણ—શ્રી તીર્થંકર, કેવળી, ગણધર કે સાધુજીના ઉપદેશ ગ્રહણ કરે છતાં અસંયમ, વિભ્રમ, અજ્ઞાન જાય નહિ એ અનુમાનથી જાણે કે ક"પ્રકૃતિના કડણુ અંધ છે. જેમ ચિત્ત ઋષિએ બ્રહ્મદત્ત ચક્રવતી ને કહ્યું કે નિયાણુમસુહ કડ...' અર્થાત્ હે રાજન! પૂર્વે કરેલા નિયાણાના યાગથી તને ઉપદેશની અસર થવી મુશ્કેલ છે. વળી, નીચેનાં લક્ષણેાથી કઇ ગતિમાંથી જીવ આવ્યા તેનું અનુમાન કરે.
જેમકે ૧. દીઘ કષાયી, ૨. સદા અભિમાની ૩. મૂખથી પ્રીતિ, ૪. મહાકાપવંત, ૫ સદા રાગી અને, ૬, ખુજલીના રોગવાળાને જોઈ અનુમાન કરે કે આ નરકગતિમાંથી આવેલા દેખાય છે. ૧. મહાલેાભી, ૨- અન્યની સ`પદાના કામી, ૩. મહાકપટી. ૪. ભૂખ, ૫. ભૂખાળવે, ૬. આળસુ, એ છ લક્ષણથી અનુમાન કરે કે આ તિર્યંચ ગતિમાંથી આવ્યા જણાય છે. ૧. અલ્પલેાભી, ૨. વિનયત્રત, ૩. ન્યાયી ૪. પાપભીરુ, પ. નિરભિમાની એ ૫ લક્ષણથી જાણે કે મનુષ્યગતિમાંથી આવ્યા જણાય છે. ૧. દાની, ર, મિષ્ટવચની, ૩. માતા, પિતા, અને ગુરુના ભક્ત, ૪. ધર્માનુરાગી, ૫. બુદ્ધિવંત. એ લક્ષણેથી જાણે કે આ દેવગતિથી આવ્યે દેખાય છે ઇત્યાદિ અનુમાન પ્રમાણ (૩) ઉપમાપ્રમાણ પાણીમાં ઘેાડી સાકર નાખવાથી થોડુ અને વધારે નાખવાયી વધારે મીઠું થાય છે એ રીતે શુભ કમનાં ફળ જાણવાં. અને પાણીમાં થાડુ મીઠું નાખવાથી થોડું અને અધિક નાખવાથી અધિક ખારુ થાય છે. તે મુજબ અશુભ કમનાં ફળ જાણવાં • એમ જ તીવ્ર મદુ રસબંધ જાણવા. વળી, જેમ અમરખના એક ટુકડામાં અનેક પડ હાય છે તેવી જ રીતે આત્મપ્રદેશ પર કર્મ વગણાનાં પડ લાગેલાં છે, ઈત્યાદ્વિ ઉપમાથી સમજાય તે ઉપમાપ્રમાણુ. (૪) આગમપ્રમાણુ-જીવના શુભાશુભ ચેગ, ધ્યાન, લેશ્યા, પરિણામ ઇત્યાદિ તથા ૪ ગતિમાં આવવાનાં ૧૬ લક્ષણ તે આગમપ્રમાણ જાણવું.