________________
૫૧૨
જૈન તત્ત્વ પ્રકાશ
હાતુ નથી, તેથી તે પણ સદૈવ અજ્ઞાની જ રહે છે. આ કારણે તેને આ મિથ્યાત્વ સહજ લાગે છે, પરંતુ કોઈ વખતે કોઈ જીવ સકિતથી પતિત થઈ વિકલેન્દ્રિય કે અસ'ની તિય ચ પંચેન્દ્રિયમાં આવીને ઉત્પન્ન થાય છે તે વખતે તેનામાં સાસ્વાદન સમકિત લાભે છે, તેની સ્થિતિ ૬ આલિકા ઝાઝેરી છે, તેથી તેમની અપર્યાપ્તાવસ્થામાં આ સમકિત અલ્પ કાળ માટે રહે છે, તે પછી તે નિયમા મિથ્યાત્વી બની જાય છે. આ પ્રકારે આમાં પણ અનાભાગ મિથ્યાત્વ હાય છે.
વળી, ઘણા સંજ્ઞી પંચેન્દ્રિય જીવે પણ અસ’જ્ઞી જેવા અજ્ઞાન છે. તેઓ બિચારા ધર્મ-અધર્મ તથા તત્વ-અતવમાં કંઈ સમજતા જ નથી. આવા અસંખ્યાતા પશુ પક્ષી છે. અને સખ્યાતા ભેાળા મનુષ્યા પણ છે. તેઓ પણ આ જ મિથ્યાત્વે કરી ગ્રસિત થઈ રહ્યાં છે. ઉપર્યુક્ત ૪ મિથ્યાત્વ કરતાં આ પાંચમા મિથ્યાત્વવાળા જીવા
વધારે છે.
૬. લૌકિક મિથ્યાત્વ
(૧) આ ભવમાં પુત્ર, પુત્રી, સગાં, સ`પત્તિ, વગેરે પૌલિક સુખની લાલચે ગણપતિ, હનુમાન, મેલડી, પીર, અંબિકા, શીતળા, વગેરે અનેક પ્રકારના દેવા કે જેની પૂજા મિથ્યાત્વી લેાકા ઐહિક સુખ માટે કરે છે, તેની પૂજા કરવી તે લૌકિક દેવગત મિથ્યાત્વ. આ દેવામાંના કોઈ કલ્પિત, કાઈ પૂર્વ કાળમાં થયેલ મનુષ્યને નામે, કાઇ વ્યતરાદિ દેવ અને કેાઈ ચવી ગયેલા દેવ હાય, કુળદેવ કે દેવી પણ અહીં આવી જાય છે.
(૨) લૌકિક ગુરુગત મિથ્યાત્વ —નિશાળના માસ્તર, અગાઉ કળા શીખવવા માટે કળાચાય પાસે છેકરા મેાકલતા તે કળાચાય, વડીલેા, ગૃહસ્થના વેષમાં ગુરુ તરીકે પ્રખ્યાતિ પામનાર-આ સર્વે લૌકિક ગુરુ કહેવાય છે. તેમના તરક્ ચેાગ્યવિનયાદિ રાખવા, પણ તેમનામાં મેક્ષ અર્થે ધર્મબુદ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે.