________________
-૫૪૬
જૈન તત્ત્વ પ્રકાશ પ્રતિપક્ષી–માયાથી સત્ત્વ, રજસૂ અને તમસૂ એ ત્રણે ગુણો
ઉત્પન્ન થાય
છે. ત્રણ
પતિ કેમ
પૂર્વપક્ષી–એ ત્રણ ગુણ તે ચેતનનો સ્વભાવ છે અને માયા તે જડ છે. જડથી ચેતનની ઉત્પત્તિ કેમ થઈ? જે થઈ એમ કહેશે તે સૂકા કાખમાથી પણ આ ત્રણ ગુણે ઉત્પન્ન થવા જોઈએ. એ ત્રણ ગુણથી ત્રણ દેવ એટલે રજોગુણથી બ્રહ્મા, સવગુણથી વિષ્ણુ અને તમગુણથી શંકર પેદા થાય છે. આ વાત સ્વીકારીએ તે એ શંકા થાય છે કે ગુણમાંથી ગુણ (ત્રણ દેવ) શી રીતે ઉત્પન્ન થાય? અને માયા મય વસ્તુ પૂજ્ય શી રીતે હોઈ શકે? ત્યારે કહે છે કે એ દેવો માયાને આધીન થઈને એ દેએ નિર્લજ કામ, ચેરી, વ્યભિચાર વગેરે કામ કેટલાંય કર્યા છે, ત્યારે એને જવાબ આપે છે કે એ ચેરી, જારી, વગેરે તો પ્રભુની લીલા છે.
પ્રભુની લીલાના સંબંધમાં પૂછીએ કે લીલા તે પ્રભુની ઈચ્છાથી થઈ કે વગર ઈચ્છાથી થઈ? જે ઈચ્છાથી લીલા થઈ એમ કહેશે તે સ્ત્રી સેવનની ઈચ્છા એનું નામ કામગુણ છે. અને એ ગુણ રજેગુણમાં આવે છે; યુદ્ધ કરવાની ઈચ્છા એનું નામ ક્રોધ છે તે તમે ગુણમાં આવે છે. એથી સ્પષ્ટ જણાય છે કે એ દેવ માયા વશ જ છે. પ્રભુની લીલા પ્રભુની ઈચ્છા વિના થઈ જાય છે એમ કહેશે તે શું દેવો પરવશ થયા ? એથી પણ તે વાત મળતી આવતી નથી, કારણ કે દેવ મહા સમર્થ હેઈને પરવશ શી રીતે બને?
દેવે કરેલી ચેરી, વગેરેને કદી લીલા કહો તે શાસ્ત્રમાં કામ, કોધ, વગેરે દુર્ગણે ત્યાગવાને ઉપદેશ શા માટે કર્યો છે? દેવનાં કુકર્મોને લીલા કહી ઢાંકવામાં આવે તો સમય, શીલ, ક્ષમા, દયા, વગેરે ગુણે શું ઉપયોગી છે ? અને એવા ઉત્તમ ગુણોને જૂઠા ઠરાવનાર દે પણ શા કામના ? ત્યારે જવાબ આપે છે કે, એ દેવોએ તે સંસારીઓને સંસાર વ્યવહારની રીત શીખવવા સારુ લીલા કરી હતી, પણ આવા જવાબથી તો એ દેવોની ઊલટી અપકીર્તિ થાય છે !