________________
૫૪૪
જૈન તત્વ પ્રકાર
પૂર્વપક્ષી-પહેલી અવસ્થામાં કંઈક દુઃખ હેય તે જ બીજી અવસ્થા ધારણ કરવાની ઈચ્છા થાય છે. તે પ્રમાણે બ્રહ્મા જ્યારે પ્રથમ એકલા જ હતા, ત્યારે શું દુઃખ હતું, કે જેથી આ પ્રમાણે અનેકરૂપ બનાવવાની ઈચ્છા થઈ?
પ્રતિપક્ષી-દુઃખ તે કંઈ ન હતું પણ પરબ્રહ્મ પિતાની મેળે. કૌતુક કર્યું.
પૂર્વપક્ષી-સુખની જેને વિશેષ અભિલાષા હોય તે જ કૌતુક કરે છે તે પરબ્રહ્મને પ્રથમ ડું સુખ હતું ? અને પછી બહુરૂપે થતાં વિશેષ સુખ થયું ? જે પરબ્રહ્મ પ્રથમથી જ સંપૂર્ણ સુખી હેય તે અવસ્થા શી રીતે બદલાવે ? ન જ બદલાવે. પ્રજન વગર કઈ પણ કાર્ય બને જ નહિ એ સિદ્ધાંત છે. હવે પરબ્રહ્મને બહુરૂપે પ્રગટ થવાની ઈચ્છા થઈ, માટે બહુરૂપે પ્રગટ થયા તે પહેલાં તે દુખી હતા એ કારણ સ્પષ્ટ નીકળે છે.
પ્રતિપક્ષી–કાર્ય બનાવતાં પરબ્રહ્મને વાર લાગતી જ નથી.. તેની ઈચ્છા થઈ કે કાર્ય તરત બની જાય છે.
પૂર્વપક્ષી–એ વાત તે ગણતરીમાં લાંબા કાળને માટે છે. પણ સૂક્ષ્યકાળના માપને વિચાર કરીએ તે ઇચ્છા થવી અને કાર્ય બનવું એ બંને એક સમય જેટલા કાળમાં કદી બને જ નહિ. ઈચ્છા અને તે ઈચ્છા પ્રમાણે કાર્ય થવું એ બેની વચ્ચે થેડે કાળ પણ થવું જ જોઈએ એટલે બંને બાબતને કાળ ભિન્ન હે જ જોઈએ, અથવા એમ કહે કે પ્રથમ પરબ્રહ્મની ઈચ્છા અને તે ઈચ્છા પ્રમાણેનું કાર્ય
પ્રતિપક્ષી-પરબ્રહ્મને ઈચ્છા થાય કે તરત માયા ઉત્પન્ન થાય. છે. અને પછી માયા જ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે.
પૂર્વપક્ષી-પરબ્રહ્મનું અને માયાનું એક જ રૂપ છે કે જુદું જુદું?