________________
પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ
૫૪૩ તેને સંહાર કરે છે. બ્રહ્માને ઈચ્છા થઈ કે “USÉ વાચા” અર્થાત્ હું એક છું તે અનેકરૂપ બની જાઉં.
(૧) કૃષ્ણ યજુર્વેદના જોતિરિય ઉપનિષદૂની બ્રહ્મવલ્લીમાં કહ્યું છે કે પરમાત્માથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી પાણી, પાણીથી પૃથ્વી, પૃથ્વીથી આષધિ, ઔષધિથી અન્ન, અન્નથી વીર્ય અને વીર્યથી પુરુષ ઉત્પન્ન થયો. આમ, સૃષ્ટિ ઉત્પન્ન થઈ.
| (૨) ગવેદ ૧ ૧૪૪ ૫ માં કહ્યું છે કે “ સ વિઝા વધા વન્તિ ” અર્થાત્ તે એક અને સત્ સદૈવ સ્થિર રહે છે, પરંતુ તેને લોકો અનેક નામથી પોકારે છે. () તેના વિરુદ્ધ દવેઃ ૨–૭૬-૭ માં રહ્યું છે કે,
અર્થાત્ દેવાની પણ પહેલાં અસતુથી અર્થાત્ અવ્યક્તથી સતુ અર્થાત્ વ્યકત સૃષ્ટિ ઉત્પન્ન થઈ.
(૪) આ સિવાયના કોઈ ને કોઈ દશ્ય-તત્ત્વથી સૃષ્ટિ ઉત્પન્ન થવાના વિષયમાં અન્વેદમાં ભિન્ન ભિન્ન અનેક વર્ણન છે; જેમકે પૃથ્વીના પ્રારંભમાં મૂળ હિરણ્યગર્ભ (બ્રહ્મ) હતો. અમૃત અને મૃત્યુ એ બને તેની છાયા છે અને આગળ જતાં તેનાથી જ બધી સૃષ્ટિ ઉત્પન થઇ છે.
(૫) ઋગ્વદ ૧૦-૧૨૧–૧-૨ માં કહ્યું છે કે પ્રથમ વિરાટરૂપી પુરુષ હતો અને તેનાથી યજ્ઞ દ્વારા સમસ્ત સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે.
(૬) ઋગ્વદ ૧૦-૯૦માં કહ્યું છે કે : પહેલાં પાણી હતું, તેનાથી પ્રભાપતિ ઉત્પન્ન થયા.
(૭) ઋગ્વદ ૧૦–૭૨–૬ માં તથા ૧૦–૨–૬ માં કહ્યું છે – ઋતુ અને સત્ય પહેલા ઉત્પન્ન થયાં. પછી અંધકાર (રાત્રિ) પછી સમુદ્ર (પાણી) અને પશ્ચાત સંવત્સર ઈત્યાદિ ઉત્પન્ન થયાં.
આવાં આવાં બીજાં પણ અનેક પ્રમાણ મળી શકે છે. આ બધાં પૂર્વાપર વિરોધવાળાં પ્રમાણ, જ્ઞાનની અપૂર્ણતાને સિદ્ધ કરે છે. કારણ કે એક જ શાસ્ત્રમાં અનેક વિકલ્પ હોવાનું કારણ બીજું શું માની શકાય? સત્ય કથનમાં તો બે મત કદાપિ હોતા નથી. આથી સૃષ્ટિનો કોઈ કર્તા છે એમ માનવું એ પ્રમાણસિદ્ધ નથી.