________________
પ્રકરણ ૩ જુ ́ : મિથ્યાત્વ
૫૪૭
કેાઈ દુષ્ટ પિતા પેાતાના પુત્રને વ્યભિચાર કેવી રીતે કરવા તે પ્રથમ શીખવે અને તે પછી પુત્ર વ્યભિચાર કરે એટલે તેને—ગુના ગણી પિતા સજા કરે. એ સ્થિતિ દેવાની થાય છે. દેવાએ લીલા કરીને સંસારીઓને અનાચાર શીખવ્યા, અને તે અનાચાર પ્રમાણે લેાકેા વવા માંડયા ત્યારે તેને નરક વગેરેની શિક્ષા કરી! એ શું ઈશ્વરનુ કામ છે? એવા પ્રભુ શા કામના? એ તા અન્યાયી જ કહેવાય.
વળી, કેટલાક કહે છે કે આ દુનિયામાં ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોને! સંહાર કરવા પ્રભુ અવતાર ધારણ કરે છે. તેવા લાકોને પૂછવામાં આવે કે અવતાર લેવાનું કામ પ્રભુની પેાતાની ઈચ્છાથી થયું કે ઇચ્છા વગર થયુ? જો ઇચ્છાથી અવતાર ધારણ કર્યાં હાય તા એવું થયું કે શેઠે પાતાના નાકરને હુકમ કરી કાઈ માણસને મારી નંખાવ્યા તે છતાં શેઠ નાકરને ગુના બદ્દલ સજા કરવા મંડયા ×. જો ઇચ્છા વગર એની મેળે અવતાર ધારણ થઈ ગયા હાય તા શું પ્રભુને એટલુક પણ જ્ઞાન ન હતું કે આવા દુષ્ટ લાકા બનાવીશ તે તે મારા ભક્તાને દુઃખ દેશે માટે તેવા દુષ્ટ લાકોને પેઢા જ ન કરું. દુષ્ટા પેદા ન થાય એટલે અવતાર ધારણ કરવાનું અને નિગ્રહ કરવાનું રહ્યું જ કર્યાં?
એના જવાબમાં વળી એ લાકા કહે છે કે અવતાર ધારણ કર્યા વગર પરમેશ્વરની કીતિ શી રીતે જગતમાં ફેલાય ? એ વાત માનીએ તો પછી ઈશ્વર પેાતાના મહિમા વધારવા ખાતર અથવા મહિમા વધે તા જ ભક્તનુ પાલન કરે છે અને દુષ્ટના સંહાર કરે છે. એવી ઈચ્છાવાળા ઈશ્વર તેા રાગી અને દ્વેષી ગણાય, અને રાગ અને દ્વેષ તા કર્મબંધનનું—મહાન દુઃખનું મૂળ છે. ઇશ્વરનું આ કામ ઘણું જ વિકટ છે, કારણ કે માત્ર ઈચ્છાથી જ ભક્તપાલન અને દુષ્ટનું નિકંદન થઈ જતુ હાય તા અવતાર ધારણ કરવાની અને લીલા કરવાની તકલીફ કાણ ઉઠાવે?
♦ એનું નામ ન્યાયી સ્વામી નહિં પણ અન્યાયી જ કહેવાય.