________________
પ્રકરણ ૩ જુ : મિથ્યાત 4
પ૪પ. પ્રતિપક્ષી–જુદું જુદું છે. પરબ્રહ્મ તે સચ્ચિદાનંદરૂપ છે. અને માયા તે જડ છે.
પૂર્વપક્ષી–તમારા માનનીય ગૌતમ ઋષિપ્રણીત ન્યાયદર્શનના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે અર્થાત્ “પ્રત્યક્ષ વસ્તુથી વસ્તુની ઉત્પત્તિ. થાય છે એ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. જડથી ચેતનની કે ચેતનથી. જડની ઉત્પત્તિ કદાપિ થઈ શકતી જ નથી. તે પછી રૌતન્ય રૂપ અપ્રત્યક્ષ બ્રહ્મથી માયારૂપ જડની ઉત્પત્તિ કેમ સંભવે ?” અહીં પ્રતિપક્ષી જવાબ દઈ શકતો નથી.'
પૂર્વપક્ષી–વારુ, જીવની ઉત્પત્તિ બ્રાથી થઈ કે માયાથી ? 'પ્રતિપક્ષી–બ્રહ્મથી. પૂર્વપક્ષી–તો પછી માયાથી શું થયું?
પ્રતિપક્ષી–માયા વડે તે જીવ ભ્રમમાં પડે છે. - પૂર્વપક્ષી–બ્રહ્મ અને જીવ એક છે કે જુદા? જો તમે એક છે એમ કહેશે તે તે વચન ગંડા માણસના બકવાદ જેવું થયું. કારણ કે જીવોની પાછળ માયા લગાડીને જીને અજ્ઞાનમાં (બ્રમમાં) નાખ્યા. વળી, જીવ અને બ્રહ્મ એક કહો છો ત્યારે તો જીવની પેઠે બ્રા પણ માયાના ભ્રમમાં પડેલ ગણાય. કઈ મૂર્ખ માણસે પોતાની જ તલવારથી પોતાનો હાથ કાપ્યા, એ દૃષ્ટાંત પ્રમાણે બ્રત્યે પોતાના અંશરૂપ જીવને અવિદ્યા રૂપી માયાથી ભ્રમમાં નાખ્યા. ,
હવે, જીવ ને બ્રહ્મ જુદાં છે એમ કહેશો તો બ્રહ્મ નિર્દય ગણાશે. કેમ કે કોઈ પણ કારણ વગર જીવની પાછળ માયાને લગાવી તેને દુઃખી કર્યો. જે માયાથી શરીર વગેરે ઉપાધિ થઈ એમ કહેશે તે માયા પોતે હાડ, માંસ, રુધિરરૂપ ગણુણી. અને એ શારીરિક પુદગલ વર્ણ, ગંધ, રસ, સ્પર્શમય રૂપ હોવાથી અરૂપી બ્રહ્મમાં શી રીતે સમાય? જે સમાય છે એમ કહેશે તે બ્રહ્મ પણ રૂપી ઠરશે. આથી બ્રહ્મની અરૂપી અવરથા નાશ થાય છે.
૩૫