________________
પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ
પ૪૧ ધન, પુત્ર, નિગી કાયા, ઘરની અનેક ઉપાધિનું નિવારણ, વગેરેની ઈચ્છા કરે અથવા તે તે કામની સિદ્ધિને માટે તીર્થકર દેવનું સ્મરણ, રટણ, વ્રત, વગેરે કરે તેને લેકર દેવગત મિથ્યાત્વ કહે છે.
જૈન સાધુનું નામ, વેશ તથા ઉપકરણ ધારણ કર્યા હોય, પણ જેમાં સાધુપણને ગુણે ન હય, પાસસ્થા (ભ્રષ્ટ સાધુ)નાં પાંચ દૂષણ સહિત હય, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રહિત હોય, છકાયના જીવેની ઘાતના આરંભ કરે, એવા સાધુને ગુરુ તરીકે માનવા તેને લેકર ગુરુગત મિથ્યાત્વ કહે છે. જૈનધર્મ નિવદ્ય (પાપથી રહિત) છે. તે ધર્મને આદરવાથી નિરાગાધ અને અક્ષય મોક્ષનાં સુખ મળે છે. છતાં તેવાં ઉત્તમ સુખને છેડી ધર્મનું આચરણ આ લેકનાં સુખ પ્રાપ્ત થાય તેટલા સારુ કરે. જેમ કે મને પુત્ર થશે તે કનકાવળી તપ કરીશ, હું કડપતિ થાઉં તે રેજ ૨ સામાયિક કરીશ, પાખીના પિષધવ્રતનું ફળ મને વેપારમાં લાભ થાય તે રીતે મળજે, દુશ્મનને ઘેર નુકસાન થાય તે અઠ્ઠમ કરીશ, વગેરે.
આ રૂઢિ જે પ્રદેશમાં હોય તે અતિશય હાનિકારક છે. તે રૂઢિને ટાળવાને પ્રયત્ન જરૂર કરે જ જોઈએ. અનંત જન્મ મરણનાં ફેરા જેવું મહાન દુઃખ ટાળી નાખે એવી સત્તા ધર્મના આચરણની છે. તે ફળ લેવાને બદલે આ જગતનાં ક્ષણિક સુખે, અશુચિમય સુખે, જે સુખને ભરે નહિ તેવાં સુખ મેળવવા માટે ધર્મકરણી થાય એ તે હીરો આપી પથ્થર લેવા જેવું છે. જેનધર્મ પાળનાર વણિકપુત્ર ૧ રૂપિયાને માલ પંદર આને પણ નહિ વેચે. અને વેચે તે તે મૂખ ગણાય. તે અનંત સુખનું ફળ આપનાર એવા ધર્માચરણને વેપાર ક્ષણિક સુખના બદલામાં કરે એને સુજ્ઞ જૈન શી રીતે કહેવાય? આમ વિચારી લેકોત્તર ધર્મગત મિથ્યાત્વથી આત્માને બચાવો.
૮. કુમારચનિક મિથ્યાત્વ એના પણ ત્રણ ભેદ છે. ૧. દેવગત–તે, હરિ, હર, બ્રહ્મા, વગેરે અન્ય મતના દેવને મોક્ષ પ્રાપ્તિને માટે માને, પૂજે, ૨. ગુગ્ગત