________________
૫૧૮
જૈન તત્વ પ્રકાશ
લેહીની નીક વહે છે તથા માંસના ઢગલા થાય છે, જેઓ મદિરાપાન પસંદ કરે છે, ઈત્યાદિ અનેક અનર્થના મૂળરૂપ છે, તેને માને છે, તેમનાં મંદિર-મકાન–આશ્રમમાં જાય છે, ત્યાં અનેક જાતનાં ભજન-બાનપાન નીપજાવી પિતે ખાય છે અને દેવને તથા દેવના આશ્રિતને ખવરાવે છે. અનેક રીતે મદદ કરે છે અને જૈનધમી છતાં તેવા દેના અનુગ્રહથી ધન, પુત્ર, નિગીપણું, શત્રુક્ષય વગેરેની વાસના પૂર્ણ થવાનું માને છે, સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કરે છે, પિતે ડરે છે અને બીજાને પણ ડરાવે છે, અને ભેગ પણ ધરે છે.
એમ નથી વિચારતા કે, દેવતાની માનતા કરવાથી જ જો પુત્ર થત હોય તે કઈ પણ સ્ત્રીને પરણાવવાની જરૂર જ શા માટે પડે ? તેમ જ વિધવા અને વંધ્યા સ્ત્રીઓ પુત્રવતી શા માટે થતી નથી? વળી, જે દેવ પિતાના ભક્ત પાસેની વસ્તુ ઉપર તૃપ્ત થાય છે તે ભક્તને શું દેશે ? જે બીજાની ઈચ્છા પૂર્ણ કરે એવી શક્તિ એનામાં હેય તે તેમના ચરિત્રમાં જણાવ્યા પ્રમાણે તેઓ શા માટે દુઃખી થયા? હે ભેળા ભાઈએ ! એવું જાણી આ લૌકિક દેવગત મિથ્યાત્વને ત્યાગ કરે અને નિઃસ્વાથી, નિર્માની, નિષ્કપટી, જરા પણ લાલચ વિનાના સર્વ ગુણસંપન્ન દેવને શુદ્ધ ચિત્તે ભજે.
(૨) ગુરુગત કુપાવચન મિથ્યાત્વ-ગુરુ (સાધુ)નું નામ તે તારવ્યું પણ જેમાં ગુરુનાં લક્ષણ છે નહિ એવા જેગી, સંન્યાસી, ફકીર, બાવા, સાંઈ, પાદરી, વગેરે અનેક નામ ધારણ કરનારા જેઓ હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચેરી કરે છે, સ્ત્રી વગેરેનું સેવન કરે છે, ધન વગેરે પરિગ્રહ રાખે છે, રાત્રિભોજન કરે છે, કંદમૂળ આગે છે, ગાંજો, ભાંગ, અફીણ, ચરસ, તમાકુ વગેરે પીવાની ધૂનમાં મચ્યા રહે છે; તિલક, માળા, તેલ, અત્તર, વસ્ત્ર, ભૂષણ, વગેરેથી શરીરને શણગારે છે, રંગબેરંગી કપડાં પહેરે છે, જટા વધારે છે, ભભૂત (ભસ્મ) લગાવે છે. નાગા રહે છે, અરે ! માંસનું પણ ભક્ષણ કરે છે.