________________
પ્રકરણ ૩ જી : મિથ્યાત્વ
૫૩૩
છે કે પશુ વગેરે અનાથ જીવે આ સ'સારમાં અન્નજળ વિના મહુ દુઃખી થાય છે. તેમ જ બીજા પ્રમળ પ્રાણીએ પણ તેઓને ત્રાસ આપે છે, એ બધા દુઃખામાંથી મુક્ત કરવા અને દેવતાઇ સુખા ભાગવવા અમે તેઓને યજ્ઞમાં હામી સ્વગે પહેાંચાડીએ છીએ.
એવા પાપી લેાકાને માટે ધનપાળ કવિ કહે છે કેઃ नाहं स्वर्गत लोपभोगतृषितो नाम्यर्थितस्त्वं मया ॥ संतुष्ठस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव ॥ स्वर्गे यांति यदि त्वया विनिहिता, यज्ञे ध्रुव प्राणिनो ॥ यज्ञ किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बांधवै ॥
>
॥
પશુ કહે છે હે યજ્ઞકર્તા ! મને સ્વર્ગ સુખની જરા પણ ઈચ્છા નથી, તેમ મેં તારી પાસે તે સુખની યાચના પણ કરી નથી, કે મને તે સુખ આપ. હું મારા કુટુંબ પરિવાર સાથે જંગલમાં તૃણુજળ ખાઇપી પૂર્ણ સંતુષ્ટ છું અને સ્વર્ગ કરતાં પણ વિશેષ સુખ માણું છું; છતાં મને નિરપરાધીને નાહક શા માટે મારે છે ? અરે ભાઈ ! યજ્ઞમાં હેામવાથી સ્વર્ગ મળે છે એવી તારી પૂર્ણ પ્રતીતિ હોય તે તારાં માતા, પિતા, ભાઇ, પુત્ર, વગેરે વહાલાં સ્વજનાને હવનના કુંડમાં હામીને શા માટે સ્વનાં સુખો તેમને અપાવતા નથી ?
વળી શ્રીમદ્ ભાગવતમાં પ્રાચીનમહી રાજાને નારદ ઋષિએ ઉપદેશ આપ્યા છે કેઃ—
भो भो प्रजापते राजन्, पशुन पश्य संज्ञापितान् जीव संधान् निर्घुणन् एते त्वां
संपरेतमयः
त्वयाध्वरे । सहस्रशः ॥
संप्रतिक्षते स्मरतो वैशस तव । कूटै च्छिदंत्युस्थित
मन्वयः 11
[શ્રીમદ્ ભાગવત, અધ્યાય ૨૫, શ્લોક ૭-૮] નારદે કહ્યું કે હે પ્રજાપતિ-પ્રાચીનખહી રાજન ! તેં ઘણા જ અન્યાય કર્યાં છે. ક્રુગુરુઓના અસત્ય ઉપદેશને આધારે, અને વેદની