________________
પ્રકરણ ૩ જું ઃ મિથ્યાત્વ
પર૫છે. તે કહે છે કે, કર્મ તે નિર્બળ છે, જડ છે. તેનાથી કંઈ થતું નથી. જુઓ પુરુષની ૭૨ કળા, સ્ત્રીની ૬૪ કળા ઉદ્યમ કરવાથી આવડે છે. ઘોડે, પોપટ, વાંદરે, કૂતરે, હાથી, વગેરે પશુ હોવા છતાં ઉદ્યમ કરવાથી અનેક કળા શીખી જાય છે. મહેલ, મકાન, વસ્ત્રાભૂષણ, વાસણ, પકવાન સવે ઉદ્યમથી જ તૈયાર થાય છે અને ઉદ્યમ વડે જ ભોગવી શકાય છે. માટીમાંથી સેનું, દરિયાની છીપમાંથી મેતી અને પથ્થરમાંથી હીરા પણ ઉદ્યમ વડે જ નીકળે છે. ઉદરપોષણ પણ ઉદ્યમ કરવાથી જ થાય છે. બિલાડી ઉદ્યમ કરે છે તે જ દૂધ અને મલાઈ ખાય છે. દેશ પરદેશ અનેક જાતના ધંધા કરે છે તે જ માણસે ગુજરાન ચલાવે છે. મધમાખીઓ મધ, કળિયાઓ જાળ અને પક્ષીઓ પિતાના માળા ઉદ્યમથી જ બનાવે છે.
નિરુદ્યમી મનુષ્ય, નિરુદ્યમી કીડી અને નિરુદ્યમી પંખી ભૂખે મરે છે. ઉદ્યમથી જ શ્રી રામચંદ્રજી સીતાજીની ખબર મેળવી શક્યા અને તેમને લઈને આવ્યા. ઉદ્યમથી જ લક્ષ્મણે રાવણને માર્યો, ઉદ્યમ કરીને દ્રૌપદીને કૃષ્ણ લઈ આવ્યા. શ્રી. કેશી સ્વામીએ ઉદ્યમ કર્યો તે જ પરદેશી રાજા સ્વર્ગમાં ગયા. વિશેષ શું કહું ?
સાચા મનથી ઉદ્યમ કરે તે એ ઉદ્યમના પ્રતાપે સ્વલ્પ કાળમાં અજરામર અક્ષય સુખને ભક્તા થાય. (ઉદ્યમવાદની સાથે. સમકિત છે.)
એ પ્રમાણે પાંચ સમવાયને વિવાદ અનાદિ કાળથી ચાલી રહ્યો છે. એ પાંચે, પિતપતાની એક એક બાબતને ગ્રહણ કરી પોતાને પક્ષ તાણે છે અને બીજા પક્ષને છેટો કહે છે. એટલા માટે એ પાંચે એકાંતવાદી કુપ્રવચન ધર્મગત મિથ્યાત્વી છે, એ પાંચ પોતપોતાના પક્ષ છેડી એકત્ર થઈ જાય તે ન્યાય પક્ષ આવે છે અને સમદષ્ટિ થાય છે. તે ઉપર એક દષ્ટાંત
એક ઠેકાણે પાંચ આંધળા બેઠા હતા. તેવામાં ત્યાં એક હાથી નીકળે. પાંચે આંધળા હાથી પાસે જઈ તેના એકેક અંગ પર હાથ